Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પડેલ ભારે અને સતત વરસાદને પગલે પાણી ભરાઈ રહેવાથી તેમજ રસ્તાની બંને બાજુ ધોવાણ થતાં અનેક માર્ગોને નુકસાન થવા પામ્યું હતું. આ રસ્તાઓનો સર્વે કરીને તેને રીપેર કરવાનું કામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ સ્ટેટ અંતર્ગતના જિલ્લામાં વિવિધ સ્થળોએ નુકસાન પામેલ રસ્તાઓ ઝડપથી દુરસ્ત કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને કાટકોલા રેલવે સ્ટેશન પાસે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના જશાપર રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. નુકસાન થયેલ રોડ પરથી માટી અને કાંકરા દૂર કરી ડામર રોડ પેચવર્ક કરી રસ્તાને સમતળ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial