Advertisement
Author: નોબત સમાચાર

રીસર્વે રેકર્ડ પ્રમોલગેશન પછી ક્ષતિઓ માટેની અરજીના નિકાલ અંગે રજૂઆત

અરજીનો ક્રમાનુસાર કરવો જોઈએ નિકાલઃ

જામનગર તા. ૨૩: જામનગર જિલ્લામાં આવેલી ખેતીની જમીનના પ્રમોલગેશન અંગે ક્ષતિઓ રહી જતાં રીસર્વેની પાઈલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં જણાઈ આવતી ક્ષતિઓ સુધારવા માટે અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી છે. તેનો ક્રમાનુસાર નિકાલ કરવા માટે માગણી ઉઠી છે.

જામનગર જિલ્લામાં રીસર્વે ૫ાઈલોટ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી હતી અને તે રીસર્વે પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાના અનેક ખેડૂતોની ખેતીની જમીનના અનુસંધાને રીસર્વે પ્રમોલગેશન થયા પછી ક્ષતિઓ રહી ગયાનું ધ્યાનમાં આવ્યું હતું પરંતુ રીસર્વે રેકર્ડ પ્રમોલગેશન થયું તેને લગભગ ૧૦-૧૨ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ અનેક અરજદારોની અરજીઓ જામનગરની ડીઆઈએલઆર કચેરી પેન્ડીંગ છે. અનેક અરજદારોની અરજીઓને દફતરે કરવામાં આવી છે.

આ ક્ષતિ સુધારણા અંગેની કામગીરી ખરી હકીકતે અરજી તથા ગામના ક્રમાનુસાર નિકાલ કરવો જોઈએ અને વચ્ચેથી કોઈ અરજીનો નિકાલ કરવા અંગેની કાર્યવાહી કરવી જોઈએ નહીં.

જામનગર જિલ્લાના દરેક તાલુકાના ગામનો ક્રમ નક્કી કરી આપવા તેમજ અરજીનો ક્રમ તો અરજી ઈન્વર્ડ થયાની તારીખ મુજબ નક્કી થઈ જાય તેવી રજૂઆત કરવામાં આવી છે.

ઉપરાંત જામનગર જિલ્લાના દરેક ગામનો તથા અરજીનો ક્રમાનુસાર નિકાલ કરવામાં આવે, અરજી અન્વયે રીસર્વે ક્ષતિ સુધારવા અંગેની જે દરખાસ્ત રજૂ થાય તેમાં પણ અરજીનો નિકાલ કરવામાં આવે છે કે નહીં? તેની સ્પષ્ટતા ડીઆઈએલઆર કચેરીમાં કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપવા માગણી કરાઈ છે.

રીસર્વે ક્ષતિ સુધારણાની કાર્યવહીમાં જાણકારી મુજબ જૂના સર્વે નંબરમાં પૈકી હિસ્સા થયેલા હોય તો તેવા કિસ્સામાં પૈકી હિસ્સેદારોને નોટરાઈઝડ સંમતિ પત્ર રજૂ કરવાનું જણાવવામાં આવે છે, આવું નોટરાઈઝડ સંમતી પત્ર રજૂ કરવા અંગે કોઈ કાયદાકીય જોગવાઈ હોય કે પરિપત્રથી સૂચના અપાઈ હોય તો તે અંગેની જાણકારી આપવા પણ જામનગરના વિશ્વરાજસિંહ જાડેજા દ્વારા લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી સમક્ષ માંગ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh