Advertisement
Author: નોબત સમાચાર

સપડા પાસે રોડ ક્રોસ કરતા બાઈકચાલકને મોટરની ટક્કર

બાઈકચાલકને થઈ ગયું ફ્રેક્ચરઃ

જામનગર તા. ૨૩: જામનગર-કાલાવડ માર્ગ પર સપડા ગામ પાસે બાઈક સાથે રોડ ક્રોસ કરતા એક યુવાનને મોટરે ઠોકર મારી પછાડી દેતા ફ્રેકચર સહિતની ઈજા પામેલા આ યુવાનને દવાખાને ખસેડાયા છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા સપડા ગામમાં રહેતા બિજલભાઈ રામાભાઈ ટારીયા નામના ભરવાડ યુવાન ગઈ તા.૧૯ની સવારે જીજે-૧૦-ડીપી ૭૭૦૦ નંબરના બાઈકમાં સપડા ગામના પાટીયા પાસેથી રોડ ક્રોસ કરતા હતા. ત્યારે જામનગર તરફથી જીજે-૧૦-ડીઈ ૧૦૦ નંબરની મોટર ધસી આવી હતી.

આ મોટરના ચાલકે બિજલભાઈને બાઈક સાથે હડફેટે લેતાં ફંગોળાઈ ગયેલા આ યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh