Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ોલીસે ગુન્હો નોંધી હાથ ધરી તપાસ
ચંદીગઢ તા. ર૩: પંજાબના ભટિંડામાં ટ્રેન પલટી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ કરાયું છે. રેલવે ટ્રેક પરથી લોખંડના સળિયા મળ્યા હતાં. જો કે, મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
ગુજરાતમાં વડોદરા, ઉત્તરપ્રદેશના કાનપુર અને રામપુર પછી હવે પંજાબના ભટિંડામાં મોટી રેલ દુર્ઘટના ટળી હતી. અહીં દિલ્હી-ભટિંડા રેલવે ટ્રેક પર લોખંડના સળિયા મળી આવ્યા છે. પોલીસે જાણવનો પ્રયાસ કરી રહી છે કે, કોઈએ કાવતરાના ભાગરૂપે જાણી જોઈને રેલવે ટ્રેક પર સળિયા મૂક્યા કે પછી આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ છે.
આ મામલે રેલવે પોલીસે ગુન્હો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ૩ વાગ્યે ભટિંડા-દિલ્હી રેલવે ટ્રેક પરથી એક માલગાડી પસાર થઈ રહી તી. પરંતુ પાટા વચ્ચે મૂકવામાં આવેલા લોખંડના સળિયાને કારણે ટ્રેનને કોઈ સિગ્નલ મળ્યું ન હતું. તપાસ કરતાં ટ્રેક પરથી ૯ લોખંડના સળિયા મળી આવ્યા હતાં. આ સમગ્ર ઘટનામાં ટ્રેન થોડા કલાકો મોડી આગળ વધી શકી હતી.
હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રેલવે ટ્રેક પર કંઈકને કંઈક શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક દિવસ પહેલા જ કાનપુરમાં ટ્રેનને ઉથલાવી દેવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. મહારાજપુરના પ્રેમપુર રેલવે સ્ટેશન પાસે પાટા પર એલપીજી ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો.
જો કે, લોકો પાયલટની બાતમીથી અકસ્માત ટળી ગયો, તેણે તરત જ ટ્રેન રોકી અને અધિકારીઓને તેની જાણ કરી. કાનપુરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આ ત્રીજી ઘટના બની હતી.
કાનપુરમાં ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરૃં અગાઉ ૮-સપ્ટેમ્બરે ઘડવામાં આવ્યું હતું. જ્યારે કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને રાત્રે ૮.૩૦ વાગ્યે ઉડાવી દેવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું. પ્રયાગરાજથી ભિવાની જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા એલીપીજી ગેસથી ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. આ પછી જોરદાર અવાજ પણ થયો. સ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ અને ગનપાઉડર સાથે માચીસની લાકડીઓ પણ મળી આવી હતી. આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial