Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણસો જેટલા ખેડૂતો પણ જોડાયાઃ
ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાડથર, વિંઝલપર, કેશોદ, ઠાકર શેરડી, કોલવા, માંઝા સહિતના ગામમાં વીજ ધાંધીયા હોય તથા ખેડૂતોને મગફળી તથા અન્ય પાકો માટે હાલ પાણીની જરૂર હોય વીજળી હોવી જરૂરી હોય પણ વારંવાર વીજ ધાંધીયા થતાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સામૂહિક રીતે ચાર રસ્તા પાસે વીજ તંત્રની મુખ્ય કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગ્રણી વિજયભાઈ નંદાણીયાની આગેવાનીમાં ત્રણસો જેટલા ખેડૂતો જોડાયા હતાં.
કાર્યપાલક ઈજનેર ગોઝીયાને વિશાળ સંખ્યામાં જોડાયેલા ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપીને ગ્રામ્ય વિસ્તારમાં જરૂર પડે ત્યાં સ્થાનિક હેલ્પરોને રાખીને તુરંત લાઈન રીપેરીંગ કરવા, નાના-નાના ફોલ્ટમાં લાંબો સમય એલ.સી.ના લેવા, ટીસી, વીજવાયર, વીજ જંપર બદલવા, ઓછીવાર લાગે તેવું આયોજન કરવા, વીજ વાયરના ક્રોલીંગ હોવાની એક ફીડરમાં કામ કરવા માટે બીજો ફીડર કારણ વગર બંધ કરવો પડતો હોય ક્રોલીંગ રૂટ કરવા અથવા ઘટાડવા, પ્રિ-મોન્સુનની કામગીરી વાસ્તવિક રીતે કરવા, કનેક્શનોની સંખ્યા ૫૦ સુધી રાખવી જેથી ફોલ્ટમાં બધાને હેરાન ના થવું પડે, જ્યાં વર્ષો જુના વીજ વાયર છે ત્યાં વીજ વાયર તૂટવાના ફોલ્ટ વારંવાર થતાં હોય નવા વાયરો નાખવા, ફરિયાદ નંબર તથા લાઈનમેનના નંબરો લાગતા નથી તે જોવા માંગ કરાઈ હતી.
જો કે ત્રણ દિવસથી રોજ રાત્રે વીજ પુરવઠો સતત ચાલુ રહેતા ફોલ્ટ ન થતાં ખેડૂતોને રાહત થઈ છે. ચાર-પાંચ દિવસમાં ખેતરોને પાણી મળી જતાં વીજ માંગ ઓછી થઈ જતાં આ પ્રશ્નોનો નિકાલ આવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળીયાના આ વીજ પ્રશ્નોનો મામલો કાર્યપાલક ઈજનેર, સુપ્રિ. ઈજનેર અને પછી છેક ચીફ ઈજનેર સુધી પહોંચ્યો હતો ત્યારે આ ગંભીર પ્રશ્ન હલ થઈ રહ્યો છે. આ બાબતે અગ્રણીઓ મોહનભાઈ મોકરીયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, પ્રતાપભાઈ પિંડારીયા, કશ્યપભાઈ ડેર, મુકેશભાઈ મોકરીયા, વિજયભાઈ નંદાણીયા વિગેરે પ્રયત્નો કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial