Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી જમ્બા જઈ રહ્યા હતા
ઈસ્લામાબાદ તા. ર૩: પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે, ૧૧ દેશોના રાજદૂતના કાફલા પર બોમ્બ ફેંકાતા ૧નું મોત થયું છે, જ્યારે ૪ ઈજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનમાં ગઈકાલે ૧૧ દેશોના રાજદૂતોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. આતંક-વાદીઓએ રિમોટ કંટ્રોલ બોમ્બ વડે વાનને ઉડાવી દીધી હતી.
આ હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા હતાં. ઈજાગ્રસ્તોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, જિલ્લા પોલીસ અધિકારી ઝાહિદુલ્લા ખાને કહ્યું કે આ હુમલો વિદેશી રાજદૂતોના સમૂહને નિશાન બનાવતા કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીની ઓળખ બુરહાન તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાં એક બસ ઇન્સ્પેકટર પણ સામેલ છે. જે વાનને નિશાન બનાવવામાં આવી હતી તે કાફલામાં સૌથી આગળ હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં તેઓ માલમ જબ્બા જઈ રહ્યા હતા. તે સમયે રસ્તાના શેરાબાદ પહોંચતા હુમલો કરવામાં આવ્યો હતો. કાફલામાં તાજકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, ઈથોપિયા, પોર્ટુગલ, રશિયા સહિત ૧૧ દેશોના રાજદૂતો સામેલ હતાં.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની આકરી નિંદા કરી હતી. ઝરદારીએ હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઈજાગ્રસ્તો માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે, આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
ર૦ર૧ માં અફઘાનિ-સ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વધુ સક્રિય બન્યા છે પાકિસ્તાન ઈન્સ્ટિટ્યુટ ફોર પીસ સ્ટડીઝના ડેટા અનુસાર, બન્ને પ્રાંતોમાં ગયા મહિને ઘાતક હુમલાઓ અનેકગણા વધ્યા છે. જુલાઈમાં આતંકી હુમલાની સંખ્યા ૩૮ હતી. જે ઓગષ્ટમાં વધી પ૯ થઈ છે ઓગસ્ટમાં ખૈબર પખ્તુનખ્વામાં ર૯ આતંકવાદી હુમલામાં રપ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial