Advertisement
Author: નોબત સમાચાર

શાળા નં. પપમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત

જામનગર તા. ર૩: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર સંચાલિત અને બેડેશ્વર, ધરારનગર સ્થિત શાળા નં. પપ ને શાળાના સ્થાનિક કાયમી દાતા પરેશભાઈ શાહ, રૂપેશભાઈ શાહ મારફત યુ.કે. સ્થિત તેમના પરિજન મયુરભાઈ શાહ, ડો. મહેન્દ્રભાઈ સુમારિયા, સુધાબેન તરફથી વોટરકુલર તથા શાળાના બસ્સોથી વધુ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાના સ્કૂલ આપી બનાવડાવી તમામ વાલીઓની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ અને શાળાના દાતા બી.કે. સાબુ, અને દર મહિને વિદ્યાર્થીઓને નાસ્તો કરાવતાં હિમાંશુભાઈ રાવલ, શાળા નં. ર૭ ના પ્રધાન આચાર્ય અલ્પેશભાઈ કટેશિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના તરફથી તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. પરેશભાઈ અને રૂપેશભાઈ તરફથી વિદ્યાર્થીઓને ગરમાગરમ કચોરી આપવામાં આવી હતી. વાલીઓ અને પૂર્વ તથા વર્તમાન વિદ્યાર્થીઓએ પ્રતિભાવમાં શાળા પ્રત્યે સંતોષ વ્યકત કરી દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.

આ કાર્યક્રમના આયોજનમાં શાળાના તમામ શિક્ષકોએ સહકાર આપ્યો હતો. દાતાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કનખરા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, વસંતભાઈ ગોરી, મધુભાઈ ગોંડલિયાએ અભિનંદન આપ્યા હતાં. શાળા પરિવાર દ્વારા દાતા પરિવારને આભારપત્ર આપી શાળાની કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh