Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૪૪,૫૦૦ રોકડા, એક મોબાઈલ કબજે કરતી એલસીબીઃ
જામનગર તા. ૧૩ : જામનગરની નંદનવન સોસાયટીમાં ફ્લેટમાં એલસીબીએ દરોડો પાડી મહિલા સંચાલિત જુગારધામ પકડી પાડ્યું છે. ત્યાંથી એક પુરૂષ સહિત છ વ્યક્તિની રૂ.૪૪,૫૦૦ રોકડા અને એક મોબાઈલ સાથે અટકાયત કરવામાં આવી છે. વર્લીના આંકડા લખતા બે શખ્સ ઝડપાયા છે અને ચલણી સિક્કો ઉટ્ઠાળી જુગાર રમતા બે સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નંદન વન સોસાયટીની શેરી નં.૪માં એક એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના મયુદ્દીન સૈયદ, અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહને મળતા ગઈકાલે સાંજે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના મુજબ એલસીબી સ્ટાફે નંદનવન સોસાયટીની શેરી નં.૪માં દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા સુશીલાબેન હરીશભાઈ ફલીયાના રહેણાંક ફલેટમાં તેઓને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા લતાબેન ચંદ્રકાંતભાઈ ગાંધી, રાભીયાબેન જાહિદભાઈ ઈકબાલીયા, નયનાબેન રાજેશભાઈ બુદ્ધ, મિતલબેન જીતેન્દ્રભાઈ કનખરા અને દિલીપ ગેલાભાઈ સાદીયા નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ.૪૪૫૦૦ રોકડા તથા એક મોબાઈલ મળી રૂ.૪૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ છ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે નવાગામ ઘેડના ઢાળીયા સામે ગઈકાલે સાંજે ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા બાબુભાઈ મુળજીભાઈ મકવાણા, સતિષ દેવરાજન કુમાર નામના બે શખ્સને પકડી લેવામાં આવ્યા હતા.
કાલાવડ નાકા બહાર આવેલા એસટી ડિવિઝનની સામે ગલીમાં ગઈકાલે રાત્રે વર્લીના આંકડા લખતા મેગી ઉર્ફે મોસીમ રફીક મીયાવા, અસલમ સાલીમ વજુગરા નામના બે શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. રોકડ તથા મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial