Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો જોડાયા
ખંભાળીયા તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા આગેવાનો દ્વારા જિલ્લાના ગામો શહેરોમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે માંઝા, લાલુકા, ભાણખોખરી, મોટી ખોખરી, જુની ફોટ, લાલપરડા,, તાલુકા સેઢા ભાડથર, ભાડથર, ઠાકર શેરડી, કેશોદ, વિંઝલપર, રામનગર તથા સામોર, વીરમદડ, વડત્રા, ચાર બારા, બેહ, જુવાનગઢ, હર્ષદપુર, હંજડાપર વિગેરે ગામોમાં ફરી હતી.
કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ તથા અગ્રણીઓ શક્તિસિંહ, અનીલભાઈ ચાવડા, સંજયભાઈ નકુમ, જીતેન્દ્રભાઈ કણઝારીયા, પ્રતાપભાઈ પીંડારીયા વિગેરે જોડાયા હતાં તથા ઠેર ઠેર યાત્રાના સ્વાગત થયા હતાં.
દ્વારકા વિસ્તારમાં મોજપ, ભીમરાણા, શીવરાજપુર, વરવાળા, ટોબર, મેવાસા, ધ્રાસણવેલ, કલ્યાણપુર, ધીણકી, વાચ્છુ, બરડીયા, ગોરીંજા,લવરાલી વિગેરે ગામોમાં પણ અૃમત કળશ યાત્રા નીકળી હતી. જેમાં ધારાસભ્ય પબુભા માણેક તથા આગેવાનો જોડાયા હતાં. ભાજપના કાર્યકરો, ગ્રામજનો ચોખા, કંકુ, ફૂલ તથા માટી સાથે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial