Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય સહિતના અગ્રગણ્યો જોડાયાઃ
જામજોધપુર તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઝારેરા ગામના વતની શહીદવીર દિલીપભાઈ સોલંકી (સગર) જે ઈન્ડિયન આર્મીમાં કોબ્રા કમાન્ડો તરીકે સેવા આપતા હતાં, તે ગત તા. ર૭-૯-ર૦ર૩ ના દેશની રક્ષા કાજે શહીદ થયા અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ એકમાત્ર વીર "કોબ્રા કમાન્ડો" ની પોસ્ટમાં હતાં તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા માટે જામજોધપુર સગર સમાજમાં સગર સમાજ પ્રમુખ જયેશભાઈ પીપોત્તર, અગ્રણી જીવનભાઈ કારેણા, અરવિંદભાઈ સોલંકી તેમજ મોહનભાઈ નકુમ દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત તમામ લોકો દ્વારા દીપ પ્રગટાવી શહીદ વીરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયત સભ્ય વસરામભાઈ કારેણા, હસમુખભાઈ સોલંકી, ઘેલડાના ગોવિંદભાઈ કદાવલા, ભીમશીભાઈ શીર, ડેરી આંબરડીના માલદેભાઈ પીપરોતર, જીણાવારીના જોકરભાઈ કારેણા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial