Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૃા.૪૦,૨૦૦ અને ગંજીપાના કરાયા કબજેઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરના ગોકુલનગર રોડ પર આવેલા એલઆઈજી આવાસમાં એક ફલેટમાં ગઈકાલે જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબીએ પાડેલા દરોડામાં આઠ મહિલા ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૪૦,૨૦૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના જનતાફાટક વિસ્તારથી ગોકુલનગર તરફ જવાના રોડ પર આવેલા રોઝી પેટ્રોલપંપ સામેના એલઆઈજી આવાસમાં ગઈકાલે સાંજે એક ફ્લેટમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી એલસીબીના સ્ટાફે બી/૧ના રૃમ નં.૧૦૦૩ માં દરોડો પાડ્યો હતો.
તે ફ્લેટમાં સંગીતાબેન કેતનભાઈ ગુઢકા નામના મહિલા નાલ ઉઘરાવી જુગાર રમાડતા મળી આવ્યા હતા. નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા સુશીલાબેન રાજેશભાઈ જોષી, જાન્હવીબેન પરેશભાઈ સાવલાણી, લતાબેન હરીશભાઈ હિન્દુજા, રીનાબેન રમેશભાઈ પટેલ, મનિષાબેન મહેશભાઈ ખેતીયા, નયનાબેન બાબુલાલ રાઠોડ, હંસાબેન મનસુખભાઈ ગઢીયા નામના સાત મહિલા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૪૦૨૦૦ રોકડા કબજે કરી આઠેય મહિલા સામે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial