Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરેલીના શખ્સોની પૂછપરછ આરંભાઈઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરના ધારાસભ્યને ગુરૃજીના આશીર્વાદ અપાવવાના બહાને છેતરવાનો પ્રયાસ કરનાર અમરેલીના ત્રણ શખ્સને પોલીસે દબોચી લીધા છે. આ શખ્સોની વાતથી સતર્ક થઈ ગયેલા ધારાસભ્ય છેતરપિંડીનો ભોગ બનતા બચ્યા છે.
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ગયા સપ્તાહે એક અજાણ્યા શખ્સે તમારૃ રાજકીય પ્રમોશન થવાનું છે તેમ કહી અમારા ગુરૃજી આશીર્વાદ આપશે તેમ કહી રૃા.૫૧ હજારની દક્ષિણાની માગણી કરી હતી. આ શખ્સની માગણીથી સતર્ક બનેલા દિવ્યેશભાઈએ પોલીસનો સંપર્ક કર્યાે હતો.
ત્યારપછી આ શખ્સને દક્ષિણા લેવા માટે જામનગર આવી જવા કહેવાયું હતું અને તે પછી પોલીસે અમરેલીના મહંમદ ઉર્ફે મુન્ના ટાઈગર, અભય સોમાણી અને અંજુમન જુણેજા નામના ત્રણ શખ્સની અટકાયત કરી લીધી હતી. આ શખ્સો આવી રીતે ગુરૃજીના આશીર્વાદ અપાવવાના બહાને છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જામનગરના ધારાસભ્યને તેઓ છેતરે તે પહેલા જ પોલીસની ગિરફતમાં આવી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial