Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્સરના દર્દી કર્મચારીને ભારે કામગીરીની સોંપણી
ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયાના ડેપો મેનેજર ગંભીર બીમારીવાળા કર્મચારી સાથે પણ માનવતા દાખવતા નહીં હોવાથી મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે અને ડેપો મેનેજર સહિતનાઓ સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.
ખંભાળીયાના એસટી ડેપોમાં હેલ્પર-કમ ડ્રાઈવર તરીકે કામ કરતા રામસીભાઈ કરશનભાઈ આંબલીયાને કેન્સરની બીમારી લાગુ પડી છે. જે હાલ ત્રીજા સ્ટેઈજમાં છે. આમ છતાં ડેપો મેનેજર મીલન રાઠોડ અને હેડ મિકેનીક દુર્ગેશભાઈ દ્વારા તેમને શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવે છે.
હળવી કામગીરી સોંપવાના બદલે શારીરિક શ્રમવાળી કામગીરી સોંપવામાં આવી છે.
આ બાબતે મૌખિક રજુઆત કરવા છતાં તેઓ રૃઆબ દેખાડી રહ્યા છે અને હાલ આ હેલ્પરને દ્વારકા મૂકી દેવાયા છે. ડેપો મેનેજર સહિત બન્નેની કામગીરી સામે અનેક કર્મચારીઓમાં રોષ જોવા મળે છે.
જ્યારે રામસીભાઈ આંબલીયાએ વાંધાજનક રાજીનામા અંગે મુખ્યમંત્રીને પત્ર લખતા સીએમ કાર્યાલય તરફથી યોગ્ય પગલાં માટે વાહન વ્યવહાર વિભાગને જાણ કરવામાં આવતા ચકચાર જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial