Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત કોલેજો દ્વારા યોજાયો 'ટેલેન્ટ-ઓ-ફિએસ્ટા' ઃ ડેનિશા ઘુમરા ઉપસ્થિત
જામનગર તા. ૧૧ઃ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ ડી.ડી. નાગડા બીબીએ કોલેજ દ્વારા જામનગરના વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભા પ્રદર્શિત કરવા 'ટેલેન્ટ-ઓ-ફિએસ્ટા' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાન્સ, ક્રિએટીવ કોર્ટયાર્ડ, સ્કવીડ ગેમ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, એડ મેડ શો, ક્વિઝ, બિંગો, એક્ટર સ્ટેશન તથા પોકેટ ટેન્ક જેવી ૧૦ કોમ્પિટિશનનો સમાવિષ્ટ કરાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સેક્રેટરી ચંદુલાલ શાહ, ટ્રસ્ટી ડો. ભરતેષ શાહ, કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ ડો. સ્નેહલ કોટક પલાણ, જેવીઆઈએમએસ એમબીએ કોલેજના ડાયરેક્ટર ડો. અજય શાહ, સીઝેડએમજી બીસીએ કોલેજના પ્રિન્સિપાલ હેતલ સાવલા, જીએચજીડીડીએન કોલેજના વાઈસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસ, જામનગરની વિવિધ સ્કૂલના આચાર્ય, સ્ટાફ ગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' ના નેશનલ એવોર્ડ વિનર ડેનિશા ઘુમરા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફલેશ મોબ રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રીબન કટ કરી ઈવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડેનીશા ઘુમરાએ સ્પીચ આપી હતી અને વિદ્યાર્થીઓની સાથે ગરબા રમ્યા હતાં.
આ ઈવેન્ટમાં નંદ વિદ્યા નિકેતન, એલ.જી. હરિયા સ્કૂલ, સેન્ટ આન્સ, સેન્ટ ઝેવીયર્સ, સેન્ટ ફ્રાન્સિસ, તપોવન વિદ્યાલય, ડી.સી.સી. રાધિકા એડ્યુકેર સ્કૂલ, એપલ ઈન્ટર નેશનલ સ્કૂલ, એસ.બી. શર્મા વર્લ્ડ એન્ડ એસ.બી. શર્મા પબ્લિક સ્કૂલ વિગેરે કુલ ર૦ સ્કૂલના લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓનું કુલ ૮૦૦ રજીસ્ટ્રેશન થયું હતું.
કોલેજ દ્વારા ઉપરોક્ત ઈવેન્ટમાં વિજેતા થયેલ કુલ ૯પ વિદ્યાર્થીઓને તેમજ 'ઓવરઓલ વિનર' નંદ વિદ્યા નિકેતન તથા 'મહત્તમ પ્રતિભાગિતા વિજેતા' હરિયા સ્કૂલને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો તથા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કેમ્પસ ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ ડો. સ્નેહલ કોટક પલાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ તથા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial