Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈના વાહિદ શેખે ગેટ ખોલવાનો ઈન્કાર કર્યો...!
નવી દિલ્હી તા. ૧૧ઃ દેશમાં પીએફઆઈના ૧ર સ્થળોએ એનઆઈએના દરોડા પડ્યા છે. યુ.પી., એમ.પી., રાજસ્થાનમાં એનઆઈએની છાપેમારી ચાલી રહી છે. દિલ્હી એનસીઆર, મહારાષ્ટ્રમાં પણ દરોડા પડયા છે. મુંબઈમાં વાહીદ શેખે ગેઈટ ખોલવાનો ઈન્કાર કરતા પરિસ્થિતિ વણસી રહી હોવાનું જાણવા મળે છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા - પીએફઆઈ પર મોટું એકશન લીધું છે. તપાસ એજન્સીએ દિલ્હી એનસીઆર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં પીએફઆઈ સાથે જોડાયેલા લોકોના ઘણાં સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હીના હૌજ કાઝી પોલીસ સ્ટેશનના બલ્લીમારનમાં એનઆઈએના દરોડા ચાલી રહ્યાં છે.
આ ઉપરાંત દિલ્હી એનસીઆરમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. બીજી તરફ રાજસ્થાનના ટોંક સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એનઆઈએ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પણ દરોડા પાડ્યા છે.
તમીલનાડુુમાં મદુરાઈ સહિત અનેક સ્થળોએ પીએફઆઈ સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએની ટીમ જુની દીલ્હીના બલ્લીમારનમાં આવેલી મુમતાઝ બિલ્ડિંગમાં સર્ચ કરી રહી છે. એનઆઈએની સાથે સ્થાનિક પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બિલ્ડિંગમાં ધાર્મિક સામગ્રી છાપવાનું કામ ચાલતું રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એનઆઈએની ટીમ મુંબઈના વિકરોલીમાં પીએફઆઈ સાથે સંકળાયેલા વાહિદ શેખના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. જોકે, વાહિદ શેખ ગેટ નથી ખોલી રહ્યો, તેમનું કહેવું છે કે, એનઆઈએ અધિકારીઓએ તેમને ઓળખ કાર્ડ બતાવવું જોઈએ અને તેમને કાનૂની નોટિસ મોકલવી જોઈએ. ત્યારપછી તેઓ તેમના વકીલ સાથે વાત કરશે.
ઉલ્લેખનિય છે કે, વાહિદ શેખ મુંબઈ હુમલામાં આરોપી હતો, જો કે, બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના લખનૌ, બારાબંકી, બહરાઈચ, સીતાપુર, હરદોઈમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. લખનૌના માડેગંજના બાડી પકરિયા વિસ્તારમાં ત્રણ ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. એનઆઈએ ટીમની સાથે સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસની ટીમો પણ જોડાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial