Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચનું સફળ ઓપરેશનઃ
અમદાવાદ તા. ૧૧ઃ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સફળ થઈ છે, અને વર્લ્ડકપની મેચની બોગસ ટિકિટ વેંચનારાઓ સામે કડક કદમ ઊઠાવીને ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો, પ્રિન્ટ કરેલા ર૪ પેજ, રૃા. ર૦૦૦ ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને દબોચી લીધા છે.
હાલ આઈસીસી વર્લ્ડકપ-ર૦ર૩નો મહાકુંભ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ ક્રિકેટ ફિવરે માઝા મૂકી છે. મેચોનો મહાકુંભ શરૃ થતાં ટિકિટના કાળાબજારિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ બ્લેકમાં ટિકિટ વેંચનારાઓ પર લાલઆંખ કરીને બેઠી છે, ત્યારે આજે રમાનારી ભારત-અફઘાનિસ્તાનની મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે.
ભારત-પાકિસ્તાનની અમદાવાદની મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી મેચની ટિકિટોમાં ગફલા કરનાર ૪ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ટીમે દરોડા પાડ્યા પછી મેચની ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા ર૪ પેજ હાથે લાગ્યા છે. એટલું જ નહીં, આરોપીઓએ રૃપિયા ર૦૦૦ ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ પણ કરી હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો પણ હાથ લાગી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ત્રાટકી હતી. ટીમે બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડો પાડી મોટું કારસ્તાન ઝડપી પાડ્યું છે. ઝેરોક્ષની દુકાનમાંથી તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા ર૪ પેજ, રૃપિયા ર૦૦૦ ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીમે આ મામલે કાર્યવાહી કરી ૪ વ્યક્તિઓને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી શરૃ કરી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial