Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમાસની બર્બરતાઃ બાળકોને જીવતા સળગાવ્યાઃ અમાનુષી અત્યાચાર અને બળાત્કારના વરવા દૃશ્યો
તા. ૧૧ઃ ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીતમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે, અમેરિકા આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે છે. સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને આગ્રહ કર્યો કે સુનિશ્ચિત કરવામાં આવે કે, ઈઝરાયલના હુમલાથી જાનહાનિ ઓછી થાય. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે, ગાઝામાંથી સામાન્ય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકા ઈઝરાયલ અને ઈજિપ્ત સાથે ચર્ચા કરી રહ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને કહ્યું કે ઈઝરાયલને હમાસના હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે. અમે ઈઝરાયલની પડખે. ઈઝરાયલમાં હમાસે એક હજારથી વધુ લોકોના જીવ લઈ લીધા. તેમાં ૧૪ એમરિકી નાગરિકો પણ માર્યા ગયા. આ આતંકવાદ છે. પણ દુઃખની વાત એ છે કે યહૂદી લોકો માટે આ કોઈ નવી વાત નથી. ઘણા પરિવાર પોતાના શબની રાહ જોઈ રહ્યા છે. ઈઝરાયલમાં મોટાપાયે માનવાધિકારોનું ઉલ્લંઘન થયું છે. દુનિયાના દરેક દેશની જેમ ઈઝરાયલને પણ આતંકી હુમલા વિરુદ્ધ જવાબ આપવાનો અધિકાર છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈઝરાયેલ સમકક્ષ સાથે વાત કરી છે તો ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે ત્રીજી વખત અમેરિકન બાયડન સાથે ટેલિફોન પર વાત કરી હતી. વાતચીત બાદ નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કર્યું, 'મેં તેમને કહ્યું કે હમાસ આઈએસઆઈએસ કરતા પણ ખરાબ છે અને તેમની સાથે પણ આવો જ વ્યવહાર થવો જોઈએ.
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. દરેક વીતતા દિવસ સાથે યુદ્ધ ઉગ્ર અને ક્રૂર બની રહ્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષોના ૩૩૦૦ થી વધુ નાગરિકો અને સૈનિકો માર્યા ગયા છે. દરમિયાન ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ગાઝા સરહદના કેટલાક વિસ્તારોમાં હમાસ પાસેથી નિયંત્રણ પાછું લઈ લીધું છે. ૬ ઓકટોબરે હમાસ દ્વારા ઈજરાયેલ પર કરાયેલા હુમલાને દેશના ૭પ વર્ષના ઈતિહાસનો સૌથી મયાનક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. હમાસના હુમલાને કારણે ઈજરાયેલમાં મૃત્યુઆંક ૯૦૦ ને વટાવી ગયો છે, જ્યારે ગાઝામાં, અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં ૭૬પ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઈઝરાયલ કચકચાવીને પ્રહાર કરી રહ્યું છે. હમાસના રર૦૦ ઠેકાણાઓ સાફ કરી નાખ્યા છે.
ઈઝરાયેલની સેનાના પ્રવકતા જોનાથન કોનરિકસે જણાવ્યુું હતું કે હમાસ સાથેના યુદ્ધ માટે ગાઝા પટ્ટીની નજીક હવે લગભગ ૩૦૦,૦૦૦ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે અમારા પાયદળ, બખ્તરબંધ સૈનિકો, અમારા આર્ટિલરી કોર્પસ અને અન્ય ઘણા સૈનિકોને અનામતમાંથી તૈનાત કર્યા છે. ગાઝાપટ્ટી પાસે વિવિધ બ્રિગેડ અને ડિવિઝનના સૈનિકો તૈનાત છે. ઈઝરાયેલી સેનાના પ્રવકતા જોનાથન કોનરિકસે હ (અગાઉ ટવિટર) પર આ માહિતી આપી છે.
ગાઝાના સરકારી મીડિયાએ એક નિવેદન જારી કરીને ચેતવણી આપી છે કે પેલેસ્ટિનિયન પ્રદેશમાં વીજળી સપ્લાય કરતી કંપની થોડા કલાકોમાં વીજળીનો સપ્લાય બંધ કરી શકે છે. તેમણે કહ્યું કે વીજળી સપ્લાય કરતી કંપનીનું ઈંધણ ખતમ થઈ રહ્યું છે. પેલેસ્ટાઈન વિસ્તારમાં ર૦ લાખથી વધુ લોકો રહે છે. ઈઝરાયેલના હુમલા બાદ રાતથી વીજળી સમસ્યા છે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલો અને ઘરના આશ્રયસ્થાનોમાં વીજળી વિના કામ ચાલુ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial