Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ થી ૧૮ વર્ષના ભાઈઓ-બહેનો માટે
ખંભાળીયા તા. ૧૧ઃ ગુજરાત સરકારના રમત-ગમત, યુવક, સેવા અને સાંસકૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ સંચાલિત રાજ્યકક્ષા ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા ર૦ર૩-ર૪ નું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર વિભાગ ભાઈઓ, જુનીયર વિભાગ બહેનો એમ બે વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષની (તા. ૩૧-૧ર-ર૩ ની સ્થિતિએ) વયમર્યાદા ધરાવતાં ભાઈઓ બહેનો ભાગ લઈ શકશે. ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વતમાં સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. દરમિયાન નિવાસ અને ભોજન રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.
ગુજરાતના ઈડર, પાવાગઢ, ચોટીલા અને ગીરનારમાં આયોજીત રાજયકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા-ર૦ર૩-ર૪ જુનીયર કક્ષાએ ભાગ લેનાર સ્પર્ધકોએ રાજ્યકક્ષા ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા ર૦ર૩-ર૪ માં ભાગ લેવાનો રહેશે નહીં. આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો (ભાઈઓ-બહેનો)ને રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર અવરોહણ સ્પર્ધામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે.
રાજ્યકક્ષા ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ગુજરાત રાજ્યના ભાઈઓ-બહેનોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ સંપૂર્ણ વિગતે ભરીને જરૃરી આધાર-પુરાવા સાથે પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, પ/પ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટમાં તા. ૩૦-૧૧-ર૩ ના બપોરે ર કલાક સુધીમાં રૃબરૃ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. અધુરી વિગતો વાળા તેમજ સમય મર્યાદા પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial