Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ દરમિયાન ર૪ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થી-બાળકોએ ભાગ લીધો હતો. તેમાં ૧ થી પ ક્રમે વિજેતા થયેલા ૧૦૦ વિજેતા બાળકોને પુરસ્કૃત કરવાનો સમારોહ યોજાયો હતો. ન.પ્રા.શિ. સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કનખરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદભઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, કોર્પો. ગોપાલભાઈ સોરઠિયા, સમિતિના ઉપાધ્યક્ષ પ્રગ્નાબા સોઢા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સભ્યો મુકેશભાઈ વસોયા, બિમલભાઈ સોનછાત્રા, દિનેશભાઈ રબારી, રઉફભાઈ ગઢવી, મનિષાબેન બાબરિયા, યાત્રીબેન ત્રિવેદી, રમેશભાઈ કંસારા, રામભાઈ કુંભારવાડિયા, સંજયભાઈ દાઉદિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. શાળા નં. ર૧ ને જનરલ ચેમ્પિયનશીપ તથા શાળા નં. ૧૮ ને રનર્સઅપ ટ્રોફી એનાયત કરાઈ હતી. આભારદર્શન ઉપાધ્યક્ષ પ્રગ્નાબા સોઢાએ તથા સંચાલન સમિતિના કર્મચારી પ્રવિણસિંહ જાડેજા તથા શાળા નં. ૬૦ ના આચાર્ય વિજયભાઈ પંડ્યાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial