Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પાનની ત્રણ દુકાનમાંથી નશાયુક્ત પીણાંની ૯૪૮ બોટલ કબજે

એલસીબીએ બોટલને પૃથ્થકરણ માટે મોકલીઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાનની એક દુકાનમાંથી એલસીબીએ નશાયુક્ત પીણાંની ૬૮૦ બોટલ કબજે કરી છે. જ્યારે શક્તિનગરમાં એક દુકાનમાંથી ૧૯૮ બોટલ અને દિગ્જામ સર્કલ પાસે દુકાનમાંંથી સિત્તેર બોટલ ઝબ્બે લેવામાં આવી છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા શિવ સર્કલ નજીકની પાનની એક દુકાનમાં નશાયુક્ત પીણું વેચવામાં આવતું હોવાની બાતમી એલસીબીના વનરાજ મકવાણા, ક્રિપાલસિંહ, કિશોર પરમારને મળતા પીઆઈ જે.વી. ચૌધરીના વડપણ હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફે ત્યાં આવેલી આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની મુકેશ હરીરામ દામા નામના શખ્સની દુકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

આ દુકાનમાંથી નશાયુક્ત પીણાંની ૬૮૦ બોટલ મળી આવી હતી. એલસીબીએ રૃા.૧ લાખ ૨ હજારની બોટલ કબજે કરી લીધી છે.

તે પછી સ્ટાફના હરદીપ બારડ, મયુરસિંહને મળેલી બાતમીના આધારે ખોડિયાર કોલોની પાસે શક્તિનગરમાં આવેલી અશોકસિંહ ઉર્ફે કાના પ્રભાતસિંહ જાડેજાની પુષ્પરાજ પાન નામની દુકાનમાં એલસીબીએ દરોડો પાડ્યો હતો. તે દુકાનમાંથી નશાયુક્ત પીણાંની ૧૯૮ બોટલ સાંપડી હતી. રૃા.૨૯,૭૦૦ની બોટલ ઝબ્બે લેવાઈ છે.

દિગ્જામ સર્કલ પાસે આવેલી જીતુ ગંગરામભાઈ મંગેની બજરંગ પાન નામની દુકાનમાંથી પણ નશાયુક્ત પીણાંની ૭૦ બોટલ ઝબ્બે લેવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh