Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરબી મંડળો ઓછા થતા જાય છે ત્યારે
ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયા પાલિકા દ્વારા આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ ઉજવાશે, આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેરમાં ધીરેધીરે ગરબી મંડળો ઓછા થતાં જતાં હોય તથા શહેરમાં વ્યવસ્થિત રીતે આયોજીત ગરબા મંડળો પણ ઘટતા જતાં હોય ગત વર્ષે નગરપાલિકા ખંભાળીયા દ્વારા રાજયપુરોહિત બ્રાહ્મણની જગ્યામાં સુંદર આયોજન કરવામાં આવેલું જે સફળ બનાવવા પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી. આ વર્ષે પણ ખંભાળીયા પાલિકા દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આગામી તા.૧પ-૧૦ થી તા. ર૪-૧૦-ર૩ સુધી રોજ રાત્રે નવરાત્રિ મહોત્સવ રાજ્ય પુરોહિત બ્રાહ્મણની બોર્ડીંગમાં સ્ટેશન રોડ પર યોજાનાર છે. જેમાં કોઈપણ પ્રકારની ફી તથા ફાળો નહીં લેવામાં આવે નામ નોંધાવવા પાલિકાના સદસ્યો તથા ૭૬૦૦૦ ૯૪૪૪૪, ૯૪૦૯૪ ૯રરરપ નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial