Advertisement
Author: નોબત સમાચાર

ખીજડીયા પક્ષી અભ્યારણ્યની ગઈકાલ અને આજ વિષય સાથે ઉજવાયું વન્ય પ્રાણી સપ્તાહ

વન વિભાગના સહયોગથી નવાનગર નેચર કલબના ઉપક્રમે

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જામનગરના જિલ્લાના ખીજડીયા પક્ષી અભ્યારણ્ય - ખીજડિયા ગામને સર્વશ્રેષ્ઠ પર્યટક ગામનો દરજો પ્રાપ્ત થયો હતો. જેની ઊજવણીના ભાગરૃપે નવાનગર નેચર કલબ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મરીન નેશનલ પાર્કના સહયોગથી આ વખતે નવાનગર નેચર કલબ દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યની ગઈકાલ અને આજ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

ખીજડીયા પક્ષી અભ્યારણ્યને વિકસાવવા માટે મહારાજા જામ સાહેબથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના લોકોના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. તદુપરાંત આ તકે ખાસ ખીજડિયા પક્ષી અભ્યારણ્યનું જે લોકોએ જીવની જેમ જતન વિશ્વ ફલક સુધી પહોંચાડ્યું છે તેવા પક્ષી વિદ જુમાભાઈ, ડો. પી.બી. વસોયા, ઘનશ્યામસિંહ સોઢા, પી.આર. સિંધીયા તેમજ દક્ષાબેન વઘાસિયાના યોગદાનને યાદ કરી તેમને બિરદાવ્યા હતાં. આ સાથે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વાઈલ્ડ લાઈફ બોર્ડમાં જામનગર જિલ્લાના ત્રણ વ્યક્તિઓ ધનરાજભાઈ પી. નથવાણી, સુરેશભાઈ ભટ્ટ તથા ચંદ્રવિજયસિંહ રાણાનું સંસ્થા દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ખીજડિયા પક્ષી અભ્યારણ્યના નજીકના ગામોની શાળાઓમાં પર્યાવરણ જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી તેમજ વન્યજીવ પર્યાવરણ સંરક્ષણ પરત્વે પોતાનું આગવું યોગદાન આપનાર વ્યક્તિ વિશેષ તેમજ પ્રકૃતિ પ્રેમી વિદ્યાર્થીઓના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડો. પી.બી. વસોયા નિવૃત્ત ડી.એફ.ઓ. શ્રી ઘનશ્યામસિંહ સોઢા, નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા તેમજ નજીકના ગામોના સરપંચો તથા સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે ખીજડીયા પક્ષી અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે નવાનગર નેચર કલબના સભ્યો ઉપરાંત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દક્ષાબેન વઘાસિયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેખક અને કવિ ઉત્પલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh