Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં યુએપીએ હેઠળ એનઆઈએ દ્વારા કેસ નોંધાયો હતો અને મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતોઃ
નવી દિલ્હી તા. ૧૧ઃ પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડન શાહિદ લતીફની પાકિસ્તાનમાં હત્યા થઈ છે. શાહિદ લતીફને સિયાલકોટમાં કોઈકે ગોળી મારી પતાવી દીધો છે. તે ભારતના એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.
પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનના સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો છે. શાહિદ લતીફ એનઆઈએની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર અજાણ્યા લોકોએ લતીફ પર ગોળીબાર કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦૧૬ માં જૈશના આતંકવાદીઓએ પઠાણકોટના એરબેઝ પર હુમલો કર્યો હતો જેમાં ૭ જવાનો શહીદ થયા હતાં. એનકાઉન્ટર ૩૬ કલાક સુધી ચાલ્યું અને ત્રણ દિવસ સુધી કોમ્બિંગ ઓપરેશન ચાલુ રહ્યું. શાહિદ લતીફ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય સભ્ય અને ર જાન્યુઆરી ર૦૧૬ ના પઠાણકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. તેણે જ જૈશના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતાં. લતીફ પર ૧૯૯૯ માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરનારા આતંકવાદીઓમાં સામેલ હોવાનો પણ આરોપ છે.
અહેવાલો મુજબ એનઆઈએ એ યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો. અગાઉ પણ અનેક આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરાઈ હતી.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા ર૦ ફેબ્રુઆરીએ બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝની હત્યા કરાઈ હતી. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાનો રહેવાસી બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમની પાકિસ્તાનમાં જ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તે હિઝબુલ મુજાહિદ્દીનનો લોન્ચિંગ કમાન્ડર પણ રહી ચૂક્યો હતો. રાવલપિંડીમાં તેના પર ગોળીઓનો વરસાદ કરી દેવાયો હતો. તેને ગત્ વર્ષે જ ભારત સરકારે આતંકી જાહેર કર્યો હતો.
આતંકનું પુસ્તક કહેવાતા એજાજ અહેમદ અહંગરની રર ફેબ્રુઆરી ર૦ર૩ ના અફઘાનિસ્તાનના કાબુલમાં હત્યા કરાઈ હતી. ભારતમાં આઈએસને ફરી શરૃ કરવાના પ્રયાસ કરી રહેલો એજાજ અલ કાયદાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial