Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્ડ અને સીવીવી નંબર અપાતા જ થઈ ગઈ ઠગાઈઃ
જામનગર તા. ૧૧ઃ દ્વારકાના રામપરા ગામમાં વસવાટ કરતા મૂળ રાજકોટના એક આસામીને ક્રેડીટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ બતાવી સાત મહિના પહેલા એક શખ્સે રૃા.૫૮ હજારનો ધૂમ્બો માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકા તાલુકાના રામ૫રા ગામમાં વસવાટ કરતા મૂળ રાજકોટના અનિલ ગોપાલભાઈ હરણ નામના યુવાનને ગયા માર્ચ મહિનાની ૨૬ તારીખે રાત્રે એક અજાણ્યા શખ્સે મોબાઈલ પર કોલ કર્યાે હતો.
તે કોલમાં સામા છેડે રહેલા શખ્સે અનિલભાઈને તેમના ક્રેડીટ કાર્ડની લિમિટ વધારવાની વાત કરી પોતાની ઓળખ બેંકના કર્મચારી તરીકે આપી હતી. તે શખ્સની વાતમાં આવી ગયેલા અનિલભાઈએ પોતાના ક્રેડીટ કાર્ડના નંબર અને પાછળ આવેલા સીવીવી નંબર આપી દીધા હતા.
તે પછી ક્રેડીટ કાર્ડ પર રૃા.૨૮,૧૦૭ની રકમની ચીજ વસ્તુ ખરીદાઈ ગઈ હતી અને ગૂગલ પે એકાઉન્ટ સાથે કનેક્ટેડ તેમના બેંક એકાઉન્ટમાંથી રૃા.૯૮૯૮ તેમજ રૃા. ૧૯,૯૯૬ની રકમ ઉપડી ગઈ હતી. આમ, કુલ રૃા.૨૯,૮૯૪ની રકમ અને ક્રેડીટ કાર્ડમાંથી ખરીદી કરી કુલ રૃા.૫૮,૦૦૧ની છેતરપિંડી અનિલભાઈ સાથે થઈ હતી. આ બાબતની ઓખા પોલીસ મથકમાં અનિલભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial