Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પન્ટરના મોબાઈલ, રોકડ કબજે લેવાયાઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી એલસીબીએ એક શખ્સને ગઈકાલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પકડી પાડ્યો છે. આ શખ્સે કુખ્યાત બુકીનું નામ આપ્યું છે. જ્યારે લીમડાલાઈનના ખૂણા પરથી એક શખ્સ સટ્ટો ખેલતો ઝડપાઈ ગયો છે. બંનેના મોબાઈલ, રોકડ કબજે કરાયા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૫માં આવેલા વિમલનાથ એપાર્ટમેન્ટ પાસે ગઈકાલે સાંજે ઉભા રહી પોતાના મોબાઈલમાં ગઈકાલની ક્રિકેટના વિશ્વકપની શ્રીલંકા-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમતા ભરત અરવિંદભાઈ નંદા ઉર્ફે મોન્ટુ નામના શખ્સને એલસીબીના સ્ટાફે પકડી પાડ્યો હતો.
આ શખ્સ પાસેથી રૃા.૬૫૦૦ રોકડા અને મોબાઈલ કબજે કરાયા છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતાં ભરત નંંદા ઉર્ફે ભજ્જીનું નામ આપ્યું છે. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક એપ ડાઉનલોડ કરી તેના પર મેચનો સ્કોર નિહાળી રનફેર, વિકેટ સહિતના સોદા કરતો હતો. તેની સામે સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવાયો છે.
જામનગરના લીમડા લેનના ખૂણા પર આવેલી હોટલ નજીક ગઈકાલે સાંજે ઉભો રહી મોબાઈલમાં ગઈકાલની વર્લ્ડ કપની શ્રીલંકા-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચેના મેચમાંં સોદા કરતા દિનેશ નારણભાઈ તકતાણી નામના શખ્સને સિટી-બી ડિવિઝનના સ્ટાફે પકડી પાડ્યો હતો. તેનો મોબાઈલ તથા રોકડ મળી રૃા.૩૭૭૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial