Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ સાયન્સ ડ્રામા-ર૦ર૩ અંતર્ગત
જામનગર તા. ૧૧ઃ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજકોસ્ટ તેમજ શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોળના સંયુક્ત ઉપક્રમે 'નેશનલ સાયન્સ ડ્રામા-ર૦ર૩'નું આયોજન કરવામાં આવેલું જેમાં નગરની ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયના ધોરણ ૯ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા અભિનીત શાળાના શિક્ષિકા દર્શનાબેન પુનાતર દ્વારા લિખિત તથા શ્રી અલ્પાબેન કામદાર તથા પૂર્વી પુનાતરના માર્ગદર્શનમાં અને નગરના જાણીતા નાટ્ય દિગ્દર્શક લલિત જોષી દ્વારા દિગ્દર્શિત નાટક નગરની ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયનું નાટક 'ભારતનું ધન-શ્રી અન્ન' નાટક રજૂ કરી જિલ્લા કક્ષાએ જિલ્લાની ર૭ શાળાની નાટ્ય કૃતિમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ, કેબિનેટ મંત્રી- ગુજરાત સરકાર રાઘવજીભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, એમ.ડી. મહેતા, એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોળના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયા, જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ મહેશભાઈ મુંગરાના હસ્તે શીલ્ડ, સર્ટીફિકેટ તથા ર૦૦૦ રૃપિયા રોકડ પુરસ્કાર એનાયત કરી બાળ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતાં.
જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવતા અને નેશનલ કક્ષાએ ભાગ લેવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલ ડાયરેક્ટર ભારતીબેન વાઢેરના હસ્તે ભાગ લેનાર વિદ્યાર્થી કલાકારો તથા લેખક દર્શના પુનાતર અને માર્ગદર્શક અલ્પાબેન કામદાર, પૂર્વી પુનાતર, દિગ્દર્શક લલીત જોષીનું વિશેષ સન્માન કર્યું હતું.
આ સિદ્ધિ બદલ ભારતીય વિદ્યભવન કેન્દ્ર જામનગરના સેક્રેટરી જ્યોતિન્દ્રભાઈ વચ્છરાજાની ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડા, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ ધર્મેશ વીછીએ અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial