Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં વોલેટાલીટી ટ્રેન્ડ યથાવત્...!!

તા. ૨૬-૦૮-૨૦૨૬ ના સવારે ૧૦ કલાકે...

બુધવારના ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત બાદ ખરીદદારોનું પ્રભુત્વ જળવાયું હતું. અગાઉના સત્રમાં આવેલી તેજીને આગળ વધારતા આજે વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને સંસ્થાકીય ખરીદી મુખ્ય સહાયક પરિબળો રહ્યા હતા. સવારે સેન્સેક્સમાં આશરે ૨૫૦ પોઈન્ટની તેજી સાથે શરૂઆત થઈ હતી, જ્યારે નિફ્ટી પણ સકારાત્મક સ્તરે ખુલ્યો હતો.દિવસ દરમિયાન બજારમાં ખરીદીનો વ્યાપ વધ્યો અને ઓઈલ સહિતના મોટા ક્ષેત્રોએ સૂચકાંકોને ટેકો આપ્યો. અગાઉના ઘટાડા બાદ નીચલા સ્તરે વેલ્યુ બાયિંગ પરત આવવાથી બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. આજની તેજીનું સૌથી મહત્વપૂર્ણ કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો રહ્યું હતું. ઈરાન  અને ઓમાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગ અંગે કામચલાઉ નૌકાવહન માર્ગ અંગે ચર્ચા થતાં ઊર્જા પુરવઠાની ચિંતા હળવી થઈ હતી. આ પરિબળે ભારત જેવા ક્રૂડ આયાત આધારિત અર્થતંત્ર માટે સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો કર્યો હતો.

સેન્સેક્સમાં સકારાત્મક શરૂઆત બાદ દિવસ દરમિયાન ખરીદીનું વલણ મજબૂત બન્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી આયાત ખર્ચ અને ફુગાવા અંગેની ચિંતા હળવી થતાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.બજારની તેજી માત્ર થોડા લાર્જકેપ શેરો સુધી મર્યાદિત ન રહી અને વ્યાપક બજારમાં પણ ખરીદી જોવા મળી હતી.

નિફ્ટી ફ્યુચરમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. અગાઉના સત્રમાં નીચલા સ્તરેથી થયેલી ખરીદી બાદ આજે શોર્ટ કવરિંગ તથા નવી લોંગ પોઝિશનની સંભાવનાએ વાયદા બજારને ટેકો આપ્યો હતો.વૈશ્વિક બજારોમાં સુધારો, ક્રૂડમાં ઘટાડો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો ખરીદી વાયદા બજાર માટે સકારાત્મક સંકેત રહ્યા હતા. જોકે માસિક ડેરિવેટિવ સમાપ્તિની અસરને કારણે ટૂંકા ગાળામાં ઝડપી વધઘટ ચાલુ રહી શકે છે.

ભારતીય બજારને ઘરેલુ માંગ, સ્થિર બેન્કિંગ વ્યવસ્થા, કોર્પોરેટ કમાણીમાં સુધારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારીનો આધાર મળી રહ્યો છે. તાજેતરના ઘટાડા બાદ નીચલા સ્તરે ખરીદી કરવાની વૃત્તિ વધી રહી છે.

આ ઉપરાંત ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોના પ્રવાહમાં પણ સુધારો જોવા મળ્યો છે.૨૫ ઓગસ્ટ સુધી ઓગસ્ટ મહિનામાં એફપીઆઈ દ્વારા નોંધપાત્ર ખરીદી નોંધાઈ હતી, જે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારાનો સંકેત આપે છે.

વૈશ્વિક બજારો આજે ભારતીય શેરબજાર માટે મુખ્યત્વે સહાયક રહ્યા હતા. અમેરિકન બજારોમાં મજબૂતી અને એશિયન બજારોના સકારાત્મક સંકેતોએ ભારતીય બજારની શરૂઆતને ટેકો આપ્યો હતો. સાથે વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં નરમાઈથી ઉભરતા બજારો ઉપરનું નાણાકીય દબાણ થોડું ઘટ્યું હતું. પશ્ચિમ એશિયાની સ્થિતિમાં સંભવિત સુધારાના સંકેતોને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ અગાઉના સત્રમાં ૨.૬% ઘટીને આશરે ૮૬.૩૦ ડોલર પ્રતિ બેરલ સુધી આવ્યું હતું. આ ઘટાડો ભારતીય બજાર માટે મહત્વપૂર્ણ સકારાત્મક પરિબળ રહ્યો હતો.

તેજી તરફી કારણો : આજની તેજી પાછળ સૌથી મહત્વપૂર્ણ પરિબળ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો રહ્યો હતો. હોર્મુઝ જળમાર્ગ અંગે સંભવિત રાહતના સંકેતોને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠાની ચિંતા ઓછી થઈ હતી. બીજું મહત્વપૂર્ણ કારણ હ્લૈંૈં ખરીદીમાં સુધારો છે. ૨૫ ઓગસ્ટે હ્લઁૈં દ્વારા આશરે...?૧૫૯૩.૫૩ કરોડની ચોખ્ખી ખરીદી નોંધાઈ હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પણ ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા. આ ઉપરાંત અમેરિકન બજારોમાં મજબૂતી, એશિયન બજારોના સારા સંકેતો, અગાઉના ઘટાડા બાદ વેલ્યુ બાયિંગ અને બેન્કિંગ સેક્ટરની મજબૂતી બજાર માટે વધારાના સકારાત્મક પરિબળો રહ્યા હતા.

બજાર સકારાત્મક હોવા છતાં જોખમો સંપૂર્ણપણે દૂર થયા નથી. પશ્ચિમ એશિયાની ભૂરાજકીય સ્થિતિ હજુ સંવેદનશીલ છે અને હોર્મુઝ જળમાર્ગ અંગે કોઈપણ નકારાત્મક વિકાસથી ક્રૂડ ઓઇલ ફરી મજબૂત બની શકે છે.આ ઉપરાંત વૈશ્વિક વ્યાજદર અંગેની અનિશ્ચિતતા, ડોલરની ચાલ, બોન્ડ યીલ્ડ અને આગામી અમેરિકન આર્થિક આંકડાઓ બજારની દિશા ઉપર અસર કરી શકે છે. તાજેતરના ઘટાડા બાદ થયેલી તેજીમાં ટૂંકા ગાળે નફાવસૂલી પણ જોવા મળી શકે છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો / સ્થાનિક સંસાાકીય રોકાણકારો :

વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસાાકીય રોકાણકારા બંનેનો નાણાંપ્રવાહ બજાર માટે મહત્વપૂર્ણ સકારાત્મક આધાર બની રહ્યો છે.૨૫ ઓગસ્ટના સત્રમાં એફપીઆઈ દ્વારા રૂ।. ૧૫૯૩.૫૩ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા રૂ।. ૨૩૦.૨૬ કરોડની ચોખ્ખી ખરીદી નોંધાઈ હતી. ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોની ખરીદીમાં સુધારો બજાર માટે ખાસ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અગાઉના મહિનાઓમાં વિદેશી વેચવાલી ભારતીય સૂચકાંકો ઉપર મોટું દબાણ લાવી રહી હતી. જો આ ખરીદી સતત રહે તો બજારની મધ્યમ ગાળાની ધારણામાં વધુ સુધારો આવી શકે છે. આજના બજાર માટે ક્રૂડ ઓઇલ સૌથી મહત્વપૂર્ણ કોમોડિટી પરિબળ રહ્યું હતું. હોર્મુઝ જળમાર્ગ અંગેની રાહતની સંભાવનાને કારણે બ્રેન્ટ ક્રૂડમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આથી ભારતના આયાત  બિલ, ફુગાવો અને કંપનીઓના ઊર્જા ખર્ચ અંગેની ચિંતા ઘટી હતી.

નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ : નિફ્ટી ફયુચર ૨૪૫૭૦ પોઈન્ટ : આગામી સંભવિત નિફ્ટી ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ તેમજ ૨૪૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સથી ટ્રેડિંગ સંદર્ભે ૨૪૫૦૫ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ તથા ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ મહત્વપૂર્ણ સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ૨૪૪૦૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઈએ....!!!

સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડ :

ઇન્ડિયન હોટેલ્સ (૭૩૨) : ટેકનીકલ ચાર્ટ મુજબ હોટેલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૭૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૬૯૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ।.૭૪૭ થી રૂ।.૭૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે.!!

એસબીઆઈ કાર્ડ્સ (૬૬૨) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૬૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ।.૬૭૬ થી રૂ।.૬૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ।.૬૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

હિન્દુસ્તાન ઝિંક (૬૧૭) : મેટલ અને ઝિંક સેક્ટરનો આ સ્ટોક રૂ।.૫૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ।.૬૩૩ થી રૂ।.૬૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ।.૬૪૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!

બીપીસીએલ (૩૨૨) : ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૩૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ।.૩૩૪ થી રૂ।.૩૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે !! રૂ।.૩૪૫ ઉપર તેજી તરફી ધ્યાન !!

ભાવિ દિશા : સકારાત્મક શરૂઆત અને સકારાત્મક ભારતીય શેરબજારમાં ટૂંકા ગાળાના સેન્ટિમેન્ટમાં સુધારો દર્શાવે છે. અગાઉના બે સત્રોમાં ખરીદદારોની સક્રિયતા વધવી મહત્વપૂર્ણ સંકેત છે.આગામી સત્રોમાં ક્રૂડ ઓઇલના ભાવ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, એફઆઈઆઈ / ડીઆઈઆઈ નાણાંપ્રવાહ, વૈશ્વિક બજારો, રૂપિયા-ડોલરની ચાલ અને અમેરિકન આર્થિક આંકડા બજારની દિશા માટે મુખ્ય પરિબળો રહેશે.જો ક્રૂડ ઓઇલ નીચા સ્તરે સ્થિર રહે, એફઆઈઆઈ ખરીદી ચાલુ રહે અને બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ખરીદી જળવાઈ રહે તો બજારમાં વધુ સુધારાની સંભાવના છે.

બીજી તરફ ભૂરાજકીય તણાવ ફરી વધે અથવા ક્રૂડમાં તેજી આવે તો ઊંચા સ્તરે નફાવસૂલી થઈ શકે છે.એકંદરે, આજનો બજાર માહોલ સકારાત્મક રહ્યો છે. હાલના તબક્કે બજારમાં સુધારાની ગતિ આગળ વધવાની સંભાવના છે, પરંતુ તાજેતરના ઘટાડા બાદ થયેલી તેજીને કારણે અસ્થિરતા યથાવત્ રહી શકે છે. મજબૂત મૂળભૂત પરિબળો ધરાવતા શેરોમાં તબક્કાવાર ખરીદી અને અચાનક તેજી બાદ સાવચેતીભર્યો અભિગમ વધુ યોગ્ય રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh