Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જવાબદાર અધિકારી સામે મ્યુનિ. કમિશનર પગલાં લેશે?
જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઝડપથી ફાયદો આપતા સીસી રોડને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ તેની ગુણવત્તા અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને થોડા જ માસમાં નવા રોડ તુટી જાય છે. આવો જ વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
શહેરના મયુરગ્રીન્સમાં અને પુષ્કર ધામમાં ચારેક માસ પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યા હતાં. જેમાં બન્નેમાં મળીને કુલ રૂ. ૯૦ લાખનો તગડો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ નબળી ગુણવત્તાના કામના કારણે ચારેક માસમાં જ આ રોડ તુટી જવા પામ્યા છે. ત્યારે પ્રશ્ન એ છે કે કોન્ટ્રાકટરનો પૈસા બચાવવા નબળુ કામ કરે છે પરંતુ જવાબદાર અધિકારી ત્યાં હાજર ન હતાં ? તેમણે આ રોડની ગુણવત્તા માટે કેમ ધ્યાન ન આપ્યું ? શું જવાબદાર અધિકારી સામે કમિશનર પગલા લેશે ખરા ? આવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial