Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં બપોર સુધીમાં ૪૪ ટકાથી વધુ મતદાન

બીજા તબક્કામાં પણ એકંદરે ઉત્સાહ દેખાયોઃ સવારથી જ ઉમટ્યા મતદારોઃ લાંબી લાઈનો

શ્રીનગર તા. રપઃ જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કામાં પણ એકંદરે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં ૪૪ ટકાથી વધુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. આજે ૬ જિલ્લાની ર૬ વિધાનસભા બેઠકમાં ર૩૯ ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ર૬ બેઠકો માટે ર૩૯ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણાં દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જેકેપીસીસી પ્રમુખ તારિક હમીદ કારા અને ભાજપ જમ્મુ અને કાશ્મીરના વડા રવિન્દર રેના ચૂંટણી મેદાને છે.

ઉલ્લેખનિય છે કે બીજા તબક્કા માટે ૩પ૦ર પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. આ તબક્કામાં રપ લાખથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જમ્મુ વિભાગના ત્રણ જિલ્લા અને કાશ્મીર ખીણના ત્રણ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

બીજા તબક્કામાં આજે ૬ જિલ્લાની ર૬ વિધાનસભા બેઠકોના ર૩૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે, તેમાં રાજૌરી અને બડગામ મુખ્ય છે. રાજૌરોમાં ચૂંટણીની જવાબદારી વિક્લાંગ કામદારોની છે. આજે ચૂંટણી વિસ્તારમાં, ત્રણ જિલ્લા ખીણમાંથી અને ત્રણ જમ્મુ વિભાગના છે.

કોઈપણ અનિચ્છનિય ઘટનાને ટાળવા માટે મોટી સંખ્યામાં પોલીસ, શસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રિય શસ્ત્ર બર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બીજા તબક્કાનું મતદાન ભયમુક્ત વાતાવરણમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે દરેક મતદાન મથકની આસપાસ બહુસ્તરીય સુરક્ષા કોર્ડન બનાવવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરે ર૪ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં ર૬ બેઠકો પર મતદાન થશે, જ્યારે ત્રીજા તબક્કામાં ૪૦ બેઠકો પર ૧ ઓક્ટોબરે મતદાન થશે. ૮ મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને અપીલ કરૂ છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે. આ અવસરે હું સૌ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા તમામ યુવાનોને અભિનંદન આપું છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh