Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના આસામીને પણ ચેક પરતમાં ફટકારાઈ સજાઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીને રૂપિયા સવા છ લાખના ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ અને દંડ ફટકારાયા છે. દમણના આસામીને રૂ.૧પ લાખના ચેક પરતના કેસમાં સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર સાધનાકોલોની પાછળ આવેલા જડેશ્વર પાર્કની શેરી નં.૩માં રહેતા અને જમીન-મકાનનું લે-વેચ કામ કરતા પરેશભાઈ માવાણીએ પોતાના મિત્ર ધર્મેન્દ્ર અશોકભાઈ ગોરી પાસેથી રૂ.સવા છ લાખ મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે પરેશભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ધર્મેન્દ્ર ગોરીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં ટાર્ગેટ પોલીમર્સ નામની પેઢી ચલાવતા સંદીપ કિશોરભાઈ કેસરીયા પાસેથી મુંબઈના કાંદીવલીમાં રહેતા અને દમણમાં શિવમ્ ફ્લેક્સીપેક નામની પેઢી ચલાવતા રત્નાકરસિંઘે પ્લાસ્ટિક દાણા ખરીદી રૂ.૧૦ લાખ તથા રૂ.પ લાખના બે ચેક આપ્યા હતા.
તે બંને ચેક પરત ફર્યાની જામગનરની અદાલતમાં સંદીપ કેસરીયાએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે રત્નાકરસિંઘને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂ.૧પ લાખનો દંડ ફટકાર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial