Advertisement
Author: નોબત સમાચાર

ખોટા કેસ કરાવતો હોવાની શંકા રાખી રિક્ષાચાલકને ત્રણ શખ્સે લમધારી નાખ્યો

માર માર્યા પછી રિક્ષા ઉંધી વાળી દીધીઃ

જામનગર તા. રપઃ જામનગરના એક રિક્ષાચાલકને માર્ગમાં ત્રણ શખ્સે રોકી પોલીસમાં ખોટા કેસ કરાવતો હોવાની શંકા રાખી ધોકા-પાઈપ વડે ફટકારી હાથ ભાંગી નાખ્યાની તથા તેની રિક્ષા ઉંધી વાળી દીધાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે.

જામનગરના ગણપતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગ કરતા રવિભાઈ અમરશીભાઈ ધૈયડા સોમવારે રાત્રે નવેક વાગ્યે દિગ્જામ વુલન મીલ રોડ પર અવોલા આંબેડકર બ્રિજ પરથી જીજે-૧૦-ટીડબલ્યુ ૧૩૯૪ નંબરની રિક્ષા લઈને જઈ રહ્યા હતા.

આ વેળાએ ત્યાં અગાઉથી ઉભેલા શક્તિસિંહ, કિશન રબારી, હરપાલસિંહ નામના ત્રણ શખ્સે રિક્ષા ઉભી રખાવી હતી અને રવિ પોલીસમાં શક્તિસિંહ વિરૂદ્ધ કેસ કરાવે છે તેવી શંકા રાખી આ શખ્સોએ ગાળો ભાંડી હતી. ત્યારપછી ત્રણેય શખ્સે ધોકા-પાઈપથી હુમલો કરી રવિભાઈને આડેધડ માર મારી હાથ ભાંગી નાખ્યો હતો અને બંને પગમાં ઈજા થઈ હતી. ત્યારપછી આ શખ્સોએ રિક્ષાને ધક્કો મારીને ઉંધી પાડી દીધી હતી. દવાખાને ખસેડાયેલા રવિભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh