Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક યુવાનના પત્નીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૨૫: જામનગરના જનતાફાટક વિસ્તારથી આગળ આવેલા એક વિસ્તારમાં રહેતા યુવાને બે સપ્તાહ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ યુવાને એક શખ્સને ધંધા માટે બેંકમાંથી લોન મેળવી રૂપિયા અડધો કરોડ આપ્યા પછી ભાગીદારીના હિસાબ તે શખ્સે ન આપી પૈસા પણ પરત ન કરતા ટેન્શન અનુભવતા આ યુવાને આત્મહત્યા કર્યાની ફરિયાદ તેમના પત્નીએ પોલીસમાં નોંધાવી છે. પોલીસે દુષ્પ્રેરણા અંગે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના જનતાફાટક વિસ્તારથી ગોકુલનગર તરફ જવાના રોડ પર આવેલા રોઝી પેટ્રોલપંપ સામેના શાંતિ હાર્મની બિલ્ડીંગની ઈ વીંગમાં ૧૦૦૧ નંબરના ફ્લેટમાં વસવાટ કરતા રાજેશભાઈ મોતીરામ ખન્ના નામના સિંધી યુવાને ગઈ તા.૧૦ની બપોરે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી.
સારવારમાં ખસેડવામાં આવેલા રાજેશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવાનને બેંક દ્વારા નોટીસ પાઠવવામાં આવી હોવાથી તેના ટેન્શનના કારણે દવા પીધી હોવાનું જે તે વખતે જાહેર થયું હતું. તે પછી ગઈકાલે તેમના પત્ની મમતાબેન રાજેશભાઈ ખન્નાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જામનગરના મેહુલનગર વિસ્તારમાં વસવાટ કરતા હાર્દિક ગિરીશભાઈ વોરા નામના આસામીને કોમલ સેલ્સ એજન્સી નામની પેઢી ચલાવવા માટે રાજેશભાઈએ પોતાના તથા મમતાબેનના નામે જુદી જુદી બેંકમાંથી લોન મેળવી રૂ.પ૦ લાખ અપાવ્યા હતા અને તે ધંધામાં રાજેશભાઈ ભાગીદાર દરજ્જે પણ જોડાયા હતા. તે પછી હાર્દિક વોરાએ કોમલ સેલ્સ એજન્સીમાં થયેલા ધંધા અંગે કોઈ હિસાબ આપ્યો ન હતો અને રાજેશભાઈને પૈસા પણ પરત આપ્યા ન હતા. તેથી રાજેશભાઈ સતત માનસિક દબાણ અનુભવતા હતા. તેનાથી કંટાળી જઈ આ યુવાને ગઈ તા.૧૦ના દિને ઝેરી દવા પી લીધી હતી. પોલીસે આ ફરિયાદ પરથી હાર્દિક ગિરીશભાઈ વોરા સામે આત્મ હત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial