Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે લાઈન પર લોખંડના ટૂકડા રાખીને
ભાવનગર તા. રપઃ ભાવનગર-ઓખા ટ્રેન ઉથલાવવાનું કાવત્રુ નિષ્ફળ ગયું હોવાના અહેવાલો વચ્ચે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી રહી હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં ફરીથી ટ્રેન ઉથ્લાવવાના પ્રયાસની આશંકા છે. જેમાં ભાવનગર-ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. બોટાદ અને કુંડલી ગામ વચ્ચે આ પ્રયાસ થયો છે. રેલવે પાટા પરથી લોખંડના ટૂકડા મળ્યા છે. લોખંડના ટૂકડા મળ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જેમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે.
રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે. જેમાં સમગ્ર મામલે તપાસ. હાથ ધરાઈ છે. તેમાં બોટાદ ડીવાયએસપી, રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે તથા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. તાજેતરમાં જ કીમમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા હતાં. ખોટી વાહવાહી લૂંટવા કાવત્રું રચ્યું હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. કીમ રેલવે સ્ટેશન પાસે ફરી ટ્રેન ઉથલાવવાનું કાવત્રું બોગસ નીકળ્યું હોવાનું ખૂલ્યું હતું.
ઘટનાને લઈને રેલવેના ત્રણ ટ્રેક મેનની સુરત જિલ્લા પોલીસે પૂછપરછ કરી હતી અને ત્રણ પૈકી એક કર્મચારી કોન્ટ્રાક્ટ હેઠળની હોવાનું સામે આવ્યું છે. રેલવેના ત્રણ ટ્રેક મેન મનિષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરતા કહ્યું કે આ ઘટના બનતા અમે રોકી અને પ્રશંસા મેળવવા માટે આ કાવત્રું રચ્યું હતું. ત્રણેય કર્મીઓને આશા હતી કે સરકાર તરફથી અને રેલવે તંત્ર તરફથી અમને ઈનામ મળશે, જેને લઈને આ પ્લાન રચ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial