Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડમાં જામનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

તા. ર૭ સપ્ટેમ્બરને શુક્રવાર

જામનગર તા. રપઃ જામનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ર૭ સપ્ટેમ્બરના હાપા માર્કેટીંગ યાર્ડમાં યોજાશે. કાર્યક્રમના સુચારૃં આયોજન માટે કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર અને વચેટીયાઓની ભૂમિકા નાબૂદ થાય તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે.

ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં તા. ર૭ મી સપ્ટેમ્બરના હાપા માર્કેટીંગ યાર્ડમાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે. જેના સુચારૃં આયોજન માટે જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી.

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ, સ્ટેજ પરથી લાભાર્થીઓને કીટ વિતરણ, વિવિધ વિભાગોના સ્ટોલ, લાભાર્થીઓના પ્રતિભાવોનો સમાવેશ કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવા, લાભાર્થીઓને જરૂરી સુવિધાઓ મળી રહે, લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળે લઈ આવવા અને લઈ જવાની વ્યવસ્થાઓ, બેઠક વ્યવસ્થા, કીટ વિતરણ, પાર્કિંગની સુવિધા, પીવાના પાણીની સુવિધા, સલામતી અને સુરક્ષા જાળવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh