Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય શહેરોમાં ચોમાસામાં તૂટેલા માર્ગો સમારાઈ રહ્યા છે ત્યારે
ખંભાળીયા તા. ૨૫: ખંભાળીયા પાલિકા પાસે ૬ કરોડની ગ્રાન્ટ પડી હોવા છતાં પણ હાલ ચોમાસામાં નુકસાન રસ્તાઓના રીપેરીંગ અન્ય શહેરોમાં ચાલુ થઈ ગયા છે. જ્યારે ખંભાળીયામાં તેની ટેન્ડર પ્રક્રિયા પણ નથી થઈ તેની પાછળ પાલિકાના કેટલાક સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચે સંઘર્ષ કારણરૂપ હોવાનું બહાર આવ્યું છે.
લાંબા સમયથી ૬ કરોડની રકમ પડી છે. દોઢેક કરોડ રસ્તા રીપેરીંગના પડ્યા છે પણ સામાન્ય સભા બોલાવાઈ નથી કે કામ નક્કી થયા નથી કેમકે હાલના પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ નિયમોના આગ્રહી અને કોઈનું ખોટું ચલાવતા ના હોય પાલિકાના કેટલાક સદસ્યો દ્વારા ચીફ ઓફિસર બદલે પછી સામાન્ય સભાનો આગ્રહ રાખવાનું કહેવાય છે જેથી શહેરની જનતા મુશ્કેલીમાં મૂકાઈ છે.
જો કે તાજેતરમાં સામાન્ય સભા પહેલાં સંકલન બેઠક પણ યોજાઈ ગઈ ત્યારે ભાજપ શાસિત આ પાલિકામાં કરોડોની ગ્રાન્ટ પડી છે ત્યારે ભાજપના જિલ્લા શહેર હોદ્દેદારો આ પ્રશ્ને રસ લે તેવી લોકોમાં માંગ ઉઠી છે તથા જે કામો થાય તે નબળા અને થોડા સમયમાં તૂટી જાય કે ખરાબ થઈ જાય તેવા ના થાય તંવું ઘણાં લોકો ઈચ્છી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial