Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પાંચ પોલીસ કર્મચારીની આંતરીક બદલીનો એસપીએ કર્યાે આદેશ

એલસીબીના બે કર્મચારીની અન્યત્ર બદલીઃ

જામનગર તા. ૨૫: જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા બે એએસઆઈ તેમજ બે હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલની બદલીનો જિલ્લા પોલીસવડાએ ગઈકાલે હુકમ કર્યાે હતો.

જામનગર ૫ોલીસબેડામાં ફરજ બજાવતા કુલ પૈકીના પાંચ કર્મચારીની આંતરીક બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હુકમ કર્યાે હતો. જેમાં એલસીબીમાં એએસઆઈની ફરજ બજાવતા વનરાજ માંડણભાઈ મકવાણાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

તે ઉપરાંત એલસીબીના હે. કો. ધાનાભાઈ જગાભાઈ મોરીને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં, જ્યારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ રઘુવીરસિંહ નવલસિંહ પરમારને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં તેમજ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. ચંદુલાલ દેવદાનભાઈ જાટીયાને પોલીસ હેડકવાર્ટરમાં તથા જામજોધપુર પોલીસ સ્ટેશનના પો.કો. મયુરસિંહ સહદેવસિંહ જાડેજાને પણ પોલીસ હેડ કવાર્ટરમાં મુકવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh