Advertisement
Author: નોબત સમાચાર

હિંમતનગર પાસે ગોઝારા અકસ્માતમાં સાતના સ્થળ પર જ કરૂણ મૃત્યુ

ટ્રકની પાછળ ઘૂસી ગયેલી કારનો કચ્ચરઘાણઃ કારને કાપીને મૃતદેહો બહાર કઢાયા

હિંમતનગર તા. રપઃ શામળાજીથી અમદાવાદ જઈ રહેલી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, અને આ કારમાં સવાર ૮ માંથી ૭ લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ૭ લોકોના મોત નિપજ્યા છે. ટ્રક પાછળ કાર ઘૂસી જતા ૭ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.

મળતી માહિતી અનુસાર શામળાજીથી અમદાવાદ જતા અકસ્માત નડ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે, જ્યારે ફાયર વિભાગની મદદ લેવાઈ રહી છે અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી જતા અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. આખી કાર કટર વડે કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં. લગભગ દોઢ-બે કલાકના રેસ્ક્યુ પછી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં, જ્યારે પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરાઈ હતી.

કારચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં કુલ ૮ લોકો હતાં અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતાં. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા પછી પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ અકસ્માત સવારે સાડાચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કારને ભારે નુક્સાન થયું છે. અનુમાન છે કે અકસ્માત સમયે ઝડપ ૧ર૦ કિ.મી. પ્રતિકલાકથી વધુ હશે, કારણ કે કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. આથી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી કાર કાપી લાશને બહાર કાઢી હતી.

સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગઈ હતી. વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલ અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મૃતદેહો આવ્યા પછી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh