Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરપૂર સૌંદર્ય ધરાવતા બરડા ડુંગરની તળેટીમાં આવેલા
ઘુમલી તા. રપઃ ઘુમલીમાં મહેશ્વરી સંપ્રદાયના પવિત્ર અઢીડા વ્રતનું રપ વ્રતધારીઓએ કરેલા સ્થાપન નિમિત્તે જ્ઞાનકંઠન-અખાણી સહિતના કાર્યક્રમો તા. રપ-ર૬ સપ્ટેમ્બરે યોજાશે.
સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના પ.પૂ. ઈષ્ટદેવ શ્રી લુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જિલ્લા, ભાણવડ તાલુકાના ઘુમલીમાં કે જે બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ આવેલું છે. જ્યાં સોનકંસારીની પૌરાણિક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલ માં આશાપુરાનું મંદિર તેમજ તળેટીએ આવેલ શ્રી લુણંગ ગણેશ દેવનું પવિત્ર મંદિર આવેલ છે.
આ પવિત્ર સ્થળે ઘણાં વર્ષોથી મહેશવરી સંપ્રદાયના ધાર્મિક મેળા યોજવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુ પગપાળા તેમજ જુદા જુદા વાહનો દ્વારા દર્શનાર્થે આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશ્વર સંપ્રદાયનું પવિત્ર અઢીડા વ્રતનું સ્થાપન મહેશ્વરી સંપ્રદાયના રપ ધર્મપ્રેમી લોકો મુકેશ નાથાભાઈ મતિયા, ભરત રાજાભાઈ ભાગવ, કરશન તેજશીભાઈ મેઘાણી, મનોજ દેવાભાઈ પારિયા, ધનજીભાઈ મેઘજીભાઈ પારિયા, કૈલાશ જગુભાઈ લાલણ, લક્ષ્મણ રામજીભાઈ પાયાગ, વાલજીભાઈ મેઘજીભાઈ પતારિયા, હરિભાઈ રતુભાઈ, રવિ અશોકભાઈ લાખિયા, દામજીભાઈ કાંચાભાઈ ડોરૂ, દિનેશભાઈ કાંચાભાઈ ડોરૂ, દેવીબેન સવજીભાઈ માતંગ, જેઠીબેન ગિરધરભાઈ દનેચા, હિરીબેન બાનાભાઈ ધુલિયા, ક્રિષ્નાબેન ભરતભાઈ ભાગવત, કેશરબેન વાલજીભાઈ પાતરિયા, લક્ષ્મીબેન ખીમજીભાઈ માતંગ, દેશાબેન નારણભાઈ પારિયા, ઉમાબેન કમાભાઈ ફફલ, રાજીબેન લાખાભાઈ વિઝુડા, કામલબેન સામતભાઈ રોશિયા, જયાબેન હમીરભાઈ મકવાણા, ભાનુબેન આલાભાઈ હાથિયા, ખીમીબેન રાજાભાઈ ભાગવતએ શ્રી લુણંગ ગણેશ દેવની પવિત્ર જગ્યા ઘુમલીમાં કરેલ છે. જેઓના પથારીગુર અવલાડાડા માતંગ શ્રી લુણંગ ગણેશ મંદિરના પૂજારી છે. આ વ્રતની સ્થાપના તા. ર૪-૯-ર૦ર૪ ના રાત્રે કરવામાં આવેલ છે. જેમાં તા. રપ-૯-ર૦ર૪ ના રાત્રે ૧૦ કલાકે મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરૂઓ દ્વારા જ્ઞાનકંઠન/અખાણી કરવામં આવશે. તેમજ તા. રપ-૯-ર૦ર૪ ના અઢીડા વ્રતની ઉજવણી કરી બારમતી પંથ કરવામાં આવશે.
મહેશ્વરી સંપ્રદાયના શ્રી લુણંગ દેવના મંદિરના સ્થાનકે ધાર્મિક ઉત્સવ દરમિયાન કોઈને અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા જનરેટર દ્વારા લાઈટ, પાણી, ભોજન, આરામ માટેની વ્યવસ્થા, બારમતી પંથના આયોજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ધાર્મિક પવિત્ર જગ્યાનો વિકાસ થાય તેમજ ધર્મપ્રેમી લોકોને ટ્રસ્ટ દ્વારા સગવડ આપવામાં આવે છે તેમાં વિશેષ વધારો થાય તે માટે ટ્રસ્ટના હોદ્દેદારો રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ (જય અંબે ઓટો ગેરેજ), કિરણકુમાર એલ. ગડણ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી. જોડ (નિ.ના.મામ.), માલશીભાઈ ગોરડિયા, ગાંગાભાઈ માતંગ, ગિરીશભાઈ માતંગ, બાબુભાઈ જોડ, સતિષભાઈ ચુંયા, બાબુભાઈ વિંજોડા, સમિતિના સભ્યો, સમાજના મંડળો/ટ્રસ્ટો, પંચ ધર્મગુરુઓ, મહારાજશ્રીઓ અને આગેવાનો વિગેરે તન-મન-ધનથી પ્રયત્ન કરી રહ્યા છે.
આ ધાર્મિક જ્ઞાનકંઠનનો લાભ લેવા સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના તમામ જ્ઞાતીજનો, ધર્મગુરુઓ, મહારાજશ્રીઓ તથા ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઈ વારસાખિયા દ્વારા 'વાયક' પાઠવવામાં આવ્યા છે, તેમ જયંતભાઈ વારસાખિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial