Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચર્ચા હી ચર્ચા...
જામનગર તા. રપઃ જામનગર જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠકો કદાચ દર એક-બે મહિને નિયમિત મળે છે, જેમાં જામનગર શહેર અને જિલ્લામાં માર્ગો, ટ્રાફિક સહિતના પ્રશ્નોની મહદ્અંશે ચર્ચા-સમીક્ષા થતી હોવાનું જાહેર થાય છે.
હમણાં તાજેતરમાં જ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જામનગર શહેરમાં જાહેર માર્ગો પરથી દબાણો હટાવવાની સૂચના આપવામાં આવી, રખડતા ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી, ઘોડા-ઘોડાગાડીઓવાળા સામે પણ ઘોડા છૂટ્ટા નહીં મૂકવા, નહીંતર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી, વાહનોના પાર્કિંગ માટે પોઈન્ટ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી, માર્ગ અકસ્માતો નિવારવા જામનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારના માર્ગોને તાકીદે રીપેર કરવાની સૂચના પણ આપવામાં આવી... વગેરે... વગેરે... અર્થાત્... આપણા આ ઉચ્ચ અધિકારીઓ શહેરની ગંભીર અને સમગ્ર શહેરની જનતાને ત્રાસદાયક સમસ્યાઓથી વાકેફ તો છે જ, ખૂબ જ સારી બાબત છે કે કમ-સે-કમ આ અધિકારીઓ સમસ્યા નિવારણ માટે ચિંતા અને ચર્ચા તો કરે છે!
પણ ખાટલે મોટી ખોટ એ છે કે જિલ્લાના જિલ્લા કલેક્ટર કે એસપી જેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ, આદેશોનો જે વિભાગે,જે નીચેના અધિકારીઓ, સ્ટાફે અમલ કરવાનો છે, તેમાં ક્યારેય કોઈ કામગીરી થતી નથી તે હકીકત અને કમનસીબી વાસ્તવિક્તા છે... તો પછી... દર એક-બે મહિને આવી ચર્ચા/સમીક્ષા બેઠકો યોજવી, ચર્ચા કરવી, સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરવી અને છેલ્લે સૂચનાઓ આપી સંતોષ માની લેવાનો કોઈ અર્થ સરતો નથી.
આ બેઠકમાં જે પ્રમાણે નિર્ણયો લેવાયા તેની અમલવારી માટેના કામ ચોક્કસ સમય મર્યાદામાં થવા જ જોઈએ તેવી તકેદારી કોણ રાખે છે? સૂચના/આદેશ આપનારા ઉચ્ચ અધિકારીએ સંબંધિત વિભાગો પાસેથી શું કામગીરી કરી તેનો રિપોર્ટ માંગવો જોઈએ... બાકી આમ મિટિંગો, તેમાં થયેલી ચર્ચાની વિગતોની અખબારી યાદી ફોટા સાથે પ્રસિદ્ધ થાય તે દર વખતે માત્ર ને માત્ર ઔપચારિક્તા અને ઉચ્ચ અધિકારીઓએ તેમની ફરજના ભાગરૂપે ઓફિસમાં બેસીને કરેલી કામગીરી સિવાય કશું નથી!
આ મિટિંગોમાં જે કોઈ નિર્ણય લેવાય તેની પરિણામલક્ષી અને પ્રજાને સંતોષ/રાહત થાય તેવી અમલવારી કરવાની તાતિ જરૂર છે.
બાકી આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસેથી તો કોઈપણ જાતની અપેક્ષા રાખવી જ વ્યર્થ છે. શહેરના સાવ ખખડધજ, તૂટેલા-ફૂટેલા, ગાબડાવાળા માર્ગોને રીપેર કરવા માટે સત્તાવાર રીતે મનપા તંત્ર કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી, જ્યારે બીજી તરફ આપણા મુખ્યમંત્રી શહેરી વિસ્તારોના બિસ્માર માર્ગોના રીપેરીંગ માટે વધારાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial