Advertisement
Author: નોબત સમાચાર

ભાગીદારીમાં ખાણનો વ્યવસાય કરવાના નામે મહિલા સાથે કરાઈ લાખોની છેતરપિંડી

જામપરના શખ્સે રૂ.૧૨,૯૧,૪૧૨ મેળવી આપેલા ચેક પણ પરત ફર્યાઃ

જામનગર તા. રપઃ ભાણવડના નવાગામમાં રહેતા આંગણવાડી હેલ્પર મહિલાએ જામપર ગામના શખ્સની વાતોમાં આવી જામજોધપુરના પરડવામાં ખાણમાં ભાગીદારી કરવા માટે સહમતી આપ્યા પછી રૂ.૧ર,૯૧,૪૧૨ આપ્યા હતા. જામપરના શખ્સે કોરા કાગળ પર સહી કરાવી આધાર કાર્ડ, ફોટા મેળવી લીધા હતા. તે પછી આ શખ્સે ન તો ભાગીદારીમાં ધંધો શરૂ કર્યાે કે ન રકમ પરત આપી. પોતાની રકમ પરત માંગનાર આ મહિલાને રૂ.૧૪,૧૦,૦૦૦ના ત્રણ ચેક આ શખ્સે આપી દીધા હતા. તે ત્રણેય ચેક પણ પરત ફર્યા હતા. આખરે આ મહિલાએ પોલીસનું શરણું લીધુ છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નવાગામના વાડી વિસ્તારમાં રહેતા અને આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરતા મુમતાઝબેન સુલેમાન ધુધા (ઉ.વ.૩૮) નામના મહિલા ગયા વર્ષે ભાણવડ તાલુકાના જામપર ગામમાં શાળા ચલાવતા સાગર ચનાભાઈ છુછરના સંપર્કમાં આવ્યા હતા.

સાગર દ્વારા ચલાવવામાં આવતી શાળામાં મુમતાઝબેન નો પુત્ર અગાઉ અભ્યાસ કરતો હતો. તેથી બંને વ્યક્તિ એક બીજાને ઓળખતા હતા. તે દરમિયાન સાગરે જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં આવેલી એક ખાણમાં પોતાની સાથે ભાગીદારી કરી વ્યવસાય શરૂ કરવાની આંબા આંબલી બતાવી મુમતાઝબેનને ભોળવ્યા હતા. આ શખ્સે વ્યવસાય માટે પૈસા આપવાનું કહી મુમતાઝબેન પાસેથી જુદા જુદા સમયે રોકડ રકમ તથા ગોલ્ડ લોનમાં મળેલી રકમ મળી કુલ રૂ.૧૨,૯૧,૪૧૨ મેળવી લીધા હતા.

ત્યારપછી ભાગીદારીના દસ્તાવેજ બનાવવાનંુ કહી સાગરે આધારકાર્ડ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા વગેરે મેળવ્યા પછી મુમતાઝબેન પાસે કોરા કાગળ પર સહી પણ કરાવી લીધી હતી. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ઉપરોક્ત કાગળો મુમતાઝબેને આપી દીધા પછી એકાદ વર્ષ સુધી સાગરે જુદા જુદા બહાનાઓ કાઢતા મુમતાઝબેને પોતે આપેલી રકમ પરત આપી દેવાનું કહેતા સાગરે રૂપિયા સાડા સાત લાખ તથા રૂ.૧ લાખ ૬૦ હજારના બે ચેક મુમતાઝબેનના નામના આપ્યા હતા અને રૂ.પ લાખની રકમનો હલીમાબેનના નામનો ચેક આપ્યો હતો.

તે ત્રણેય ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા પરત ફર્યા હતા. તેથી મુમતાઝબેને પોતાની રકમની ઉઘરાણી કરતા સાગરે ઠાગાઠૈયા શરૂ કર્યા હતા. ઉઘરાણી માટે મુમતાઝબેન તેના ઘરે જતાં આ શખ્સે ધાકધમકી આપી તે મહિલાને ધોકો બતાવી માર મારવાની ધમકી આપી કાઢી મૂક્યા હતા. આખરે મુમતાઝબેને ભાણવડ પોલીસ સ્ટેશનના સાગર ચનાભાઈ છુછર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh