Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણાં સ્થળો પર આગામી ચાર દિ'માં ભારે વરસાદની સંભાવના

હવામાન ખાતા દ્વારા જુદા જુદા એલર્ટ અપાયાઃ

મુંબઈ તા. રપઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણાં સ્થે ભારે વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે અને આગામી ચાર દિવસ માટે વિવિધ સ્થળે જુદા જુદા અલર્ટ અપાયા છે.

હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રના ઘણાં શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ અને રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને અન્ય જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

મુંબઈ હવમાન વિભાગના નિયામક સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદની પ્રવૃત્તિ તીવ્ર થવાની ધારણા છે. જેના પરિણામે મુંબઈમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.

સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર એક ચક્રવાતી પરિભ્રમણ મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર સુધી વિસ્તરે છે, જેના કારણે મરાઠાવાડા અને તેની નજીકના મધ્ય મહારાષ્ટ્ર પ્રદેશમાં હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે, જો કે હાલમાં મધ્ય મહારાષ્ટ્ર અને મહત્તમ તાપમાન નોંધાયું છે.

તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર અને મધ્ય ભારત જેવા વિસ્તારોમાં ચોમાસું પાછું આવે તેવો સમય છે. વાવાઝોડાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મુંબઈના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું ચોક્કસપણે વેગ પકડી રહ્યું છે અને ર૬ સપ્ટેમ્બર સુધીમાં મુંબઈમાં વરસાદ પડી શકે છે. એવી શક્યતા છે કે આગામી ચાર દિવસમાં સતત વરસાદ પડશે. વાદળોની ગડગડાટ સાથે કુલ ચારથી છ ઈંચ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh