Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના વર્ષ ૧૯૭૪ માં પોંડિચેરીમાં થઈ હતીઃ પ૦ વર્ષ પૂર્ણ
જામનગર તા. રપઃ જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા "કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વિક" ની ઉજવાય રહ્યું છે, જેના પ્રથમ દિવસે યોજાયેલા ખેત પદ્ધતિઓ અંગેના માર્ગદર્શનલક્ષી કાર્યક્રમમાં ૧૩૫થી વધુ ખેડૂતો જોડાયા હતાં.
ડો. મોહનસિંહ મહેતાની આગેવાની હેઠળની સમિતિની ભલામણ મુજબ, ફાર્મ સાયન્સની સ્થાપનાના વિચાર પછી પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના ૧૯૭૪માં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરના વહીવટી નિયંત્રણ હેઠળ પોંડિચેરીમાં કરવામાં આવી હતી. જેને ૫૦ વર્ષ પૂર્ણ થતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભારત દેશમાં ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ કેન્દ્ર દ્વારા તા.૨૩ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન 'કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વિક' ની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગરમાં કરવામાં આવી રહી છે.
ઉજવણી દરમ્યાન ખેડૂતોને ટકાઉ ખેતી અને આજીવિકા વધારવા માટે નવીન કૃષિ પદ્ધતિઓ, પાક વૈવિધ્યકરણ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ, એગ્રી-બિઝનેસ અને વેલ્યુ એડિશન, પશુધન વ્યવસ્થાપન અને સંલગ્ન કૃષિ, ખેડૂતો માટે નાણાકીય અને સરકારી સહાય તેમજ ખેતીનો ખર્ચ ઓછો કરવા માટે ઓર્ગેનિક/પ્રાકૃતિક ખેતી જેવી જુદી જુદી થીમ ઉપર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
"કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વિક"નો ઉદ્ઘાટન કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. તેઓએ ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી કરવા જણાવ્યું હતું તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને પોષણક્ષમ બનાવવા માટે તૃણ ધાન્યોની ખેતી કરવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે.ડી. મુંગરાએ તૃણ ધાન્યોની અગત્યતા અને તેમની ખેતી પદ્ધતિ વિષે ભાર મૂક્યો હતો તેમજ ખેડૂત પોતાનું બીજ ઉત્પાદન જાતે જ કરે અને તેમના ખર્ચ ઘટાડવાના ઉપાયો પણ દર્શાવ્યા હતા.
ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવી કપાસને સાંકળે પાટલે વાવેતર કરી ટૂંકા ગાળામાં ઉત્પાદન લઇ શિયાળુ પાક લેવા માટે માહિતગાર કર્યા હતા. ઉપરાંત પાકને જરૂરિયાત મુજબ એકાંતરે પાટલે પિયત આપવા, દવાનો કર્યક્ષમ ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ જરૂરિયાત મુજબ સુક્ષ્મ તત્વોનો ઉપયોગ કરીને તંદુરસ્ત પાક ઉત્પાદન કરવા ભલામણ કરી ફિલ્ડ વિઝીટ દ્વારા પ્રત્યક્ષ દિશાનિર્દેશન કરવામાં આવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરના વડા ડો. કે. પી. બારૈયાએ સૌ મહેમાનો અને ખેડૂતોને આવકારીને કેન્દ્રની કામગીરી વિષે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૩૫ જેટલા ખેડૂતોએ સક્રિય ભાગ લીધો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા સંશોધન વૈજ્ઞાનિક (બાજરા)ના ડૉ. કે. ડી. મૂંગરા, જીલ્લા ખેતીવાડી અધિકારી આર. એસ. ગોહિલ, નાયબ પશુપાલન નિયામક ડૉ. તેજસ શુક્લ, નાયબ ખેતી નિયામક (તાલીમ) કે. એસ. ઠક્કર, નાયબ બાગાયત નિયામક એચ. બી. પટેલ, બાજરા સંશોધન કેન્દ્રના સ્ટાફ દ્વારા જાહેરમત ઉઠાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની ઉજવણી દરમ્યાન ગ્રામ્ય કક્ષાઓ પણ દરરોજ વિવિધ પ્રોગ્રામનું આયોજન કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial