Advertisement
Author: નોબત સમાચાર

આયુષ હોસ્પિટલ દ્વારા જામનગર મેરેથોન દોડનું આયોજન

જામનગર તા. ર૫: જામનગરની આયુષ હોસ્પિટલ દ્વારા કાર્ડિયાક અવેરનેસ અને હૃદયરોગ અંગે જનજાગૃતિ અભિયાન હેઠળ તા. ર૯-૯-ર૪ ના સવારે ૬ વાગ્યે જામનગર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેરેથોન દોડનો આરંભ સમર્પણ હોસ્પિટલથી શરૂ થશે અને દિગ્જામ સર્કલ, સરૂ સેકશન રોડ, વીરલ બાગ, ડીકેવી, જી.જી. હોસ્પિટલ, ગુરૂદ્વારા, લાલ બંગલા, લાખોટા તળાવના ગેઈટ નં.૧ પાસે પૂર્ણ થશે. આ મેરેથોન દોડમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ૧૦, પ અને ૩ હજારના રોકડ ઈનામો આપવામાં આવશે.

આ દોડમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન માટે મો.નં. ૭પ૩૭૦ ૮૮૮૮પ, ૭પ૭ર૮ ૮૮૮૯૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ભાગ લેનારને મેડલ, ટી શર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh