Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલની સોસાયટીમાં એક દિ' બંધ રહેલા મકાનમાંથી પોણા બે લાખની મત્તા ચોરાઈ

નકૂચા સાથે તાળું તોડી તસ્કરે દાગીના-રોકડ ઉઠાવ્યાઃ

જામનગર તા. ૨૫: ધ્રોલમાં રહેતા એક આસામી ગયા સપ્તાહે પોતાના પરિવાર સાથે મોટા ઈટાળા ગામે ગયા હતા. તેમના ઘરમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદરથી રૂ.૨૦ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧,૮૦,૫૦૦ની મત્તા ચોરી કરી લીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ વગેરેની મદદ મેળવી તપાસ આદરી છે.

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના વતની અને હાલમાં ધ્રોલની નિલકંઠ પાર્ક સોસાયટીમાં રહેતા વિજય વલ્લભભાઈ મુંગરા નામના આસામી ગઈ તા.૧૮ની સવારે પોતાના પરિવાર સાથે મકાન બંધ કરીને મોટા ઈટાળા ગામે ગયા હતા.

ત્યાંથી બીજા દિવસે સવારે જ્યારે મુંગરા પરિવાર પરત આવ્યો ત્યારે તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ નકૂચા સાથે તૂટેલુ જોવા મળ્યું હતું. તેથી વિજયભાઈએ ઉચ્ચક શ્વાસે ઘરમાં જઈ તપાસ કરતા એક ઓરડામાં રાખવામાં આવેલા કબાટના દરવાજાનો લોક પણ તૂટેલો જોવા મળ્યો હતો. માત્ર એક દિવસ માટે બંધ પડેલા તે મકાનમાંથી કોઈ તસ્કરો સોનાનો અડધા તોલાનો ચેઈન, એક વીટી, ચાર બુટી, સોનાના બે ઓમકાર, ચાંદીનો કંદોરો, ચાંદીના સાંકળા, પાંચ સીકકા, ચાંદીનું નાળીયેર તેમજ એક ખાનામાંથી રૂ.૨૦ હજાર રોકડા ઉઠાવી ગયા હતા.

આ તસ્કરોએ કબાટમાં રાખવામાં આવેલા પર્સની પણ ઉઠાંતરી કરી છે. જેમાં વિજયભાઈના બેંક ખાતાની પાસબુક તેમજ કપાસ અને મગફળીના વેચાણના બીલ હતા. કુલ રૂ.૧,૮૦,૫૦૦ની મત્તા ચોરાઈ ગઈ હોવાથી વિજયભાઈએ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુન્હો નોંધી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh