Advertisement
Author: નોબત સમાચાર

ફાચરીયામાં આવેલી જમીનના રી-સર્વે, પ્રમોલગેશન પછીની પ્રક્રિયા પૂરી કરવા માંગણી

ફાચરીયા ગામના જમીનધારક દ્વારા

જામનગર તા. ર૫: જામનગર નજીકના ફાચરીયા ગામમાં જમીન ધરાવતા રૂમીત વીરપાર શાહ (દોઢીયા) પોતાની જમીનના રી-સર્વે રેકોર્ડ પ્રમોલગેશન થતાં તેમાં ક્ષતિ હોવા અંગે રજુઆત કરી છે.

ડીઆઈએલઆર કચેરીને વધુ એક વખત ફરિયાદ કરી છે કે અગાઉ પણ આ બાબતે રજુઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ બાબતે જિલ્લા કલેકટર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી હતી. સર્વેયર દ્વારા આ જમીનની માપણી પણ કરવામાં આવી હતી. તેમાં સર્વેયર મકવાણાભાઈએ જણાવેલ કે માપણી શીટનું ક્ષેત્રફળ તથા મારી ખેતીની જમીનના ગામ નમુના મુજબનું છે. તેમાં કોઈ વધઘટ થઈ નથી પરંતુ હજુ ફાઈનલ થયેલ નથી, આથી તમને માપણી શીટની નકલ મળી શકે તેમ નથી.

આથી અમારી ખેતીની જમીનની માપણી થઈ ગયેલ છે. જમીનનું ક્ષેત્રફળ પણ ગામ નમુના નંબર ૭ તથા ટીપ્પણી મુજબનું છે. આથી રી-સર્વે રેકોર્ડ પ્રમોલગેશન પછી માલુમ પડતી ક્ષતિ સુધારવા અને બાકી રહેતી કામગીરી પૂર્ણ કરવા અમારી માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh