Advertisement
Author: નોબત સમાચાર

વર્ષ ર૦ર૪ માં ભારતનો જીડીપી ૭.૧ ટકાઃ મુડીઝ

આઈએમએફ, વર્લ્ડ બેંક પછી હવે મૂડીઝે વ્યક્ત કર્યો વિશ્વાસઃ

નવી દિલ્હી તા. રપઃ આઈએમએફએ વર્લ્ડ બેંક પછી હવે મુડીઝે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજમાં વધારો કર્યો છે.

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ અને વિશ્વ બેંક સહિત ઘણી વૈશ્વિક એજન્સીઓએ તેની ગતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અને હવે એજન્સી મુડીઝ પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે. તેણે ભારત માટે જીડીપી વૃદ્ધિ અંદાજમાં વધારો કર્યો છે.

મુડીઝે કહ્યું છે કે કેલેન્ડર વર્ષ ર૦ર૪ મા ભારત ૭.૧ ટકાની ઝડપે વૃદ્ધિ કરશે.

મુડીઝે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને સુધારીને ૭.૧ ટકા કર્યો છે. અગાઉ રેટીંગ એજન્સીએ ૬.૮ ટકાની આગાહી કરી હતી. આ ઉપરાંત તેના નવા એશિયા-પેસિફિક આઉટલુકમાં, વૈશ્વિક ક્રેડિટ રેટીંગ એજન્સીએ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે દેશની વૃદ્ધિ અનુમાન ૬.પ ટકા પર યથાવત્ રાખ્યું છે, જ્યારે ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ ર૦રપ માં ૬.૬ ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે. પછી તે આગળ વધશે તેવો અંદાજ છે.

મુડીઝ એનાલિટિક્સના નવા રિપોર્ટમાં ભારતમાં ફૂગાવાના દરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે મુડીઝે દેશના અર્થતંત્રની ગતિના અંદાજમાં ૩૦ બેસિસ પોઈન્ટ્સનો સુધારો કર્યો છે, ત્યારે તેણે ભારતના ફૂગાવાના અનુમાનને પાંચ ટકાથી ઘટાડીને ૪.૭ ટકા કર્યો છે.

નોંધનીય છે કે ભારતમાં છૂટક ફૂગાવો જુલાઈ અને ઓગસ્ટમાં આરબીઆઈની નિર્ધારિત રેન્જમાં ૪ ટકાથી નીચે રહ્યો છે અને રેટીંગ એજન્સી અનુસાર ર૦રપ-ર૬ માં ભારતમાં ફૂગાવાનો દર હવે અનુક્રમે ૪.પ ટકા અને ૪.૧ ટકા હોવાનો અંદાજ છે.

માત્ર મુડીઝ જ નહીં, વિશ્વ બેંક, આઈએમએફ અને અન્ય વૈશ્વિક એજન્સીઓને પણ ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ છે અને આ તમામે દેશના જીડીપીના અંદાજમાં વધારો કર્યો છે. એક તરફ જ્યાં વિશ્વ બેંકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચ, રિયલ એસ્ટેટમાં સ્થાનિક રોકાણમાં વધારો અને સારા ચોમાસાને ટાંકીને નાણાકીય વર્ષ રપ માં ભારતની વૃદ્ધિ અનુમાન ૬.૬ ટકાથી વધારીને ૭ ટકા કર્યું હતું, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ર૦ બેસિસ પોઈન્ટ વધારીને ૭ ટકા કરવામાં આવ્યો છે.

આઈએમએફ-વર્લ્ડ બેંકની સાથે વૈશ્વિક રેટીંગ એજન્સી એસએન્ડપીને પણ ભારતમાં વિશ્વાસ છે. એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે ભારતના વિકાસ દરનો અંદાજ ૬.૮ ટકા જાળવી રાખ્યો છે અને અમેરિકાના પોલિસી રેટ કટ પછી ભારતમાં રેપો રેટમાં ઘટાડો થવાની આગાહી પણ કરી છે. એસએન્ડપી એ કહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓક્ટોબરમાં યોજાનારી એમપીસીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો શરૂ કરી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh