Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે
ખંભાળીયા તા. ર૫: કૃષિલક્ષી યોજનાઓનો ખેડૂતો સરળતાથી લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તા. ર૧ થી ર૭ સપ્ટેમ્બર, ર૦ર૪ સુધી અરજી કરી શકશે.
ખેડૂતો વિવિધ યોજનાઓ માટે સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ ર૦ર૪-રપ માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ, પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ, સેટ્સ સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઈપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લુ મુકવામાં આવશે.
જે અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાને મળી કુલ ૧૧ જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તા. ર૧ સપ્ટેમ્બરથી ર૭ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂત મિત્રોને અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial