Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાસ સામાન્ય સભા કોના લાભાર્થે બોલાવાઈ ? વિપક્ષી કોર્પોરેટર સવાલ કરી વોક આઉટ કરી ગયાઃ
જામનગર તા. રપઃ જામનગર મહાનગર પાલિકામા ભરતી બઢતી માટેના નિયમોને સામાન્ય સભામાં વિપક્ષના સૂચનો સાથે મંજૂરી આપવામાં આવી છે. આથી હવે વર્ષો પછી નવી ભરતી થઈ શકશે. આ સામન્ય સભામાં વિપક્ષના કોર્પોરેટર જેનબબેન ખફીએ આક્રોશ ઠાલવ્યો હતો કે લોકોના પ્રશ્નો સાંભળવા માટે તો તમારી પાસે સમય નથી. અને આવી મિટિંગોમાં પ્રજાના ટેકસના પૈસામાંથી ભાડા સહિતના તગડા ખર્ચ કરવામાં આવે છે. શા માટે ? આ પછી તેઓ સભામાંથી વોકઆઉટ કરી ગયા હતા.
જામનગર મહાનગર પાલિકાની ખાસ સામાન્ય સભા ગઇકાલે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી .જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન મોદી ઉપરાંત અધિકારીઓ પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
સીધી ભરતી / બઢતી નાં રિક્રુટમેન્ટ રૂલ્સ મંજુર કરવા અંગેની કમિશ્નરની દરખાસ્ત અન્વયે વિપક્ષના કોર્પોરેટરોએ ભારે ચર્ચા કરી હતી . જેમાં. જેનબબેન ખફી જણાવ્યું હતું કે એક દરખાસ્ત માટે આટલી ઉતાવળે અને ખાસ સામાન્ય સભા બોલાવવાની શું જરૂર હતી ? દર વખતે અલગ અલગ જગ્યાએ સામાન્ય સભા બોલાવવાથી આવી જગ્યાના ભાડા ભરવા પડે છે. દર બે માસે મળતી સામાન્ય સભામાં આ દરખાસ્તોને કેમ લાવવામાં આવતી નથી ? શું મામકાઓને સાચવવા માટે ફક્ત એક જ એજન્ડા પૂરતી સામાન્ય સભા બોલાવવામાં આવી છે ? તેમ કહીને તેઓએ સામાન્ય સભા માંથી વોક આઉટ કર્યો હતો.
કોર્પોરેટર રાહુલ બોરીચાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે રોસ્ટરના નિયમની અમલવારી થતી નથી, નિયમનું પાલન થતું નથી, અને લાગવગના ધોરણે બઢતી આપવામાં આવે છે.
રચનાબેન નંદાણીયા એવી રજૂઆત કરી હતી કે જે તે વિભાગમાં નિષ્ણાત અધિકારી / કર્મચારીને જ નિમણૂક આપવી. અને ૩૫ કર્મચારીઓ ૧૧ માસના કોન્ટ્રાક્ટ પદ્ધતિના ધોરણે વર્ષોથી ફરજ બજાવે છે. તેનો પણ સમાવેશ કરી લેવો જોઈએ.
અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાનો કોઈ વિરોધ નથી પરંતુ અતિવૃષ્ટિએ શહેરના લોકોની દશા અને દિશા બગાડી નાખી હતી. આજે પણ વોર્ડ નંબર ૧૨ ના અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં ગંદા પાણી ભર્યા છે. તે બાબતે પણ તંત્રએ વિચારવું જોઈએ. પાંચ દિવસનું કામ ૨૫ દિવસે પણ પૂરું નથી થયું .આથી બેદરકાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ એવી માંગણી કરી હતી.
આ પછી વિપક્ષના અલ્તાફ ખફીએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે ૨૦૦૮ માં સિસ્ટમ એનાલિસિસ્ટની જગ્યા મંજુર કરવામાં આવી હતી અને ત્યાં વિપુલ શરદભાઈ વ્યાસ નામની વ્યક્તિને સીધી ભરતીથી નોકરીમાં લેવાયા હતા. પરંતુ કોઈ પણ કારણસર બે વર્ષ પછી તેમને નોકરી માંથી છૂટા કરી દેવાયા હતા. આજે આ વ્યક્તિ યુસીડી વિભાગમાં કોન્ટેક્ટ બેઝ કર્મચારી તરીકે કામ કરે છે.
જ્યારે હાલમાં મહાનગરપાલિકાના એક કર્મચારી સામે મહિલાની જાતિય સતામણી અંગે ફરિયાદ ઉઠવા પામી છે. આ કર્મચારીની ભરતી કોના કહેવાથી કરવામાં આવી હતી...? તેની પાસે જરૂરી લાયકાત છે ? મને મળતી માહિતી મુજબ તેની પાસે ભારત દેશની કોઈ ડીગ્રી નથી. આ બાબતે તપાસ કરવી જોઈએ અને યોગ્ય પગલા લેવા જોઈએ.
આખરે સીધી ભરતી/ બઢતી રિક્રુટમેન્ટ રૂલ્સની દરખાસ્ત વિપક્ષના કેટલાક સૂચન સાથે મંજુર કરવામાં આવી હતી. અને ત્યાર પછી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial