Advertisement
Author: નોબત સમાચાર

દા.સું. હાઈસ્કૂલનો વહીવટ પાલિકાના હોદ્દેદારો કરશે

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા પાલિકા સંચાલિત દા.સું. ગર્લ્સ હાઈસ્કૂલમાં હાઈસ્કૂલનો વહીવટ કરવા માટે અગાઉ બે વ્યક્તિઓની નિયુક્તિ પાલિકા પ્રમુખ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર થઈ હોય થોડા સમય પહેલા જનરલ બોર્ડમાં ઠરાવ કરીને પાલિકા ગર્લ્સ સ્કૂલના વહીવટ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસરને સત્તા આપવાનો ઠરાવ થયો હોય પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી દ્વારા આ બાબતે પાલિકા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ તથા જિ.શિ.ને આ બાબતે જાણ કરીને પાલિકાના વહીવટમાં આ ચાર વ્યક્તિઓ પદાધિકારી, અધિકારી વહીવટ કરશે તેમ જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં ગેરકાયદે નિમાયેલ વહીવટકર્તાઓ દ્વારા શાળાના સ્ટાફને ખોટી રીતે કનડગત કરાતા તથા રજા મેળવવા માટે પરસેવો વળી જતો હોય આ મામલો છેક જિલ્લા તંત્ર સુધી પહોંચ્યો હતો તથા પાલિકાના સદસ્યોને પણ વિશ્વાસમાં લીધા વગર જ વહીવટ કર્તા મુકાયા હોય અને તેમની કનડગત પણ થતી હોય પાલિકાના પદાધિકારી અને ચીફ ઓફિસર નિમાયા છે જેથી કોઈ પ્રશ્નના રહે તથા સ્ટાફને પણ આ ચાર વ્યક્તિઓનું જ માનવા સૂચના આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh