Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૫: જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી, જોડિયા તાલુકા આરોગ્ય અધિકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણાના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર આણંદા સેજાના વાવડી ગામમાં વિશ્વ વસતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે, કાયમી પદ્ધતિઓ વિશે, બિન કાયમી પદ્ધતિઓ વગેરે વિશે ઉપસ્થિત પ્રસૂતા માતાઓ, ધાત્રી માતાઓ અને ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન આયુષ્માન આરોગ્ય મંદિર આણંદાના સ્ટાફ મેમબર, એફ.એફ.ડબલ્યુ., એમ.પી.એમ.ડબલ્યુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણાના એફ.એચ.એસ., સી.એચ.ઓ, આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો ડિસ્પેન્સરીના ફાર્માસિસ્ટ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial